________________
~~
~~~
~-~
~-~
પરિચછેદ.
દેવસ્તુત્યધિકાર.
મેહ, विमुच्य दृगलक्ष्यगतम्भवन्तं, ध्याता मया मूढधिया हृदन्तः। कटाक्षवक्षोजगभीरनाभीकटीतटीयाः सुदृशां विलासाः॥ १३ ॥
હે જગદીશ, સાક્ષાત મારી દષ્ટિએ ગોચર એવા પ્રત્યક્ષ તમને મૂકીને, અર્થાત્ આપના મહા પવિત્ર સુખદર્શનને ત્યાગ કરીને મેં મૂઢે ચપળ નેત્રવાળી, સુંદર સ્વરૂપવાળી કામિનીઓના હાવભાવ, કટાક્ષ, સ્તન પ્રદેશ, ગંભીર નાભી, પાતળી કેડ ઇત્યાદિક મનેઝ અવયના વિભ્રમયુક્ત વિલાસનું મારા હૃદયને વિષે કામાંધપણે ચિંતવન કર્યું, હે નાથ અનુપમ ચિંતામણિ રત્નથી પણ અધિક એવા આપનાં દર્શન તથા ધ્યાનને ત્યાગ કરીને હું મહા મૂઢ જડ પ્રાણી આવા કહ્યુ ષિત, મલિન, પાપી, વિષય વિકારમાં આસક્ત થયે, માટે મને ધિક્કાર હે. ૧૩.
વિષયવાસનાનું વિષમ પરિણામ. लोलेक्षणावनिरीक्षणेन, यो मानसे रागलवो विलग्नः । न शुद्धसिद्धान्तपयोधिमध्ये, धौतोऽप्यगात्तारक कारणङ्किम् ॥ १४ ॥
હે ત્રિકાળવેદિ નાથ, મેં ચંચળ નેત્રેવાલી રમણીઓના મુખેને વિકાર દષ્ટિએ નિરખી નિરખીને મહારા મનને વિષે વિષયાભિલાષને જે ચીકણે લાલાશના અંશવાળો ડાઘ લાગ્યો છે. તે હે સંસારતારક વિજે, મેં આપના શુદ્ધ સિદ્ધાંત સમુદ્રના મધ્ય ભાગને વિષે છે, તે પણ તે રાગને લવ એટલે વિષય ચીકાશને ડાઘ નીકળે નહીં, તેનું શું કારણ હશે?
સારાંશઆપનાં શાસ્ત્રવચનને અતિ વિસ્તારપણે અભ્યાસપૂર્વક જાણ્યા છતાં તેના ગૂઢ મમ્ને અનુભવતાં છતાં, આ રાગની ચીકણતા ટળી નહિ, તેનું શું કારણ? હે પ્રભુ, મને તે તેનું કારણ મારી અત્યંત બૂરી દઢ વિષયાસક્ત બુદ્વિજ જણાય છે. ૧૪.
અહંકારની પ્રબળતા. अङ्गन चङ्गन गणो गुणानां, न निर्मल कोपि कलाविलासः । स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहङ्कारकदर्थितोऽहम् ॥ १५ ॥
હે જિનેશ્વર, મારું શરીર પણ કાંઈ સુંદર નથી, તેમ મારામાં કઈ પણ પ્રકારના ઉત્તમ વિનય, ગાંભીય, ધૈર્ય, શમતા, સત્યતા, ક્ષમા, ઔદાર્યાદિ સત્વવંત ગુણેને સમૂહ પણ નથી, તેમ કઈ પણ પ્રકારને પવિત્ર ઉત્તમ કળા વિલાસ પણ નથી. વળી દેદીપ્યમાન કાંતિયુક્ત રાજા પ્રધાનાદિની નોકરી કે સાહેબી પણ નથી, છતાં મહા અહંકારે મોન્મત્ત થઈને હું વિચિત્ર કદથનાને પામું છું. ૧૫.