SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ હે ભગવન, મેં બહારથી વૈરાગ્યને રંગ એટલે કેળ દેખાડી ભેળા લેકેને છેતર્યા, વળી લોકોને રિઝવવા માટે, તથા લેકમાં ભલે ગણવામાટે મેં બહારથી ધર્મને ઉપદેશ કર્યો; વળી મારા સર્વ વિદ્યાભ્યાસને ઉપગ મેં વાદવિવાદમાં તથા તકરારે કરી જય પરાજય કરવામાં કર્યો; માટે હે ઇશ, આવું મારું હાસ્યકારક ચરિત્ર તે હું આપને કેટલું કહું? ૯૦ શરીરની ભ્રષ્ટતાથી અધોગતિની પ્રાપ્તિ परापवादेन मुखं सदोषं, नेत्रम्परस्त्रीजनवीक्षणेन । चेतः परापायविचिन्तनेन, कृतम्भाविष्यामि कथं विभोऽहम् ॥ १० ॥ હે નાથ, પારકાના (છતા અછતા) દેશે બેલી મેં મારા મુખને દૂષિત કર્યું, તથા પરસ્ત્રીને વિકાર દૃષ્ટિએ જોઈ જોઈ મારાં નેત્રને અપવિત્ર કર્યા; વળી પરજીને અનર્થ તથા પીડા ઉત્પન્ન કરવાના વિચાર કરીને મારા મનને મેં મહા મલિન કર્યું; હવે તે સ્વામિન, આવાં પાપાચરણેએ કરી માહારી આગળ શી ગતિ થશે? ૧૦. કામવાસનાથી થતી હાનિ. विडम्बितं यत्स्मरघस्मरार्तिदशावशात्स्वं विषयान्धलेन । प्रकाशितन्तद्भवतो हियैव, सर्वज्ञ सर्व स्वयमेव वेसि ॥ ११ ॥ હે પ્રભુ, કામદેવરૂપી રાક્ષસની મહા વિટંબનારૂપ પીડાને પામેલે વિષયાંધપણે એટલે વિવેકરૂપી ચક્ષુ વિચાયેલી છે જેની, એ જે હું, તે આપને આ મારી લજજાયુક્ત વૃત્તિ જ પ્રકાશી રહી છે, અને આપ તે અંતરજામી સર્વજ્ઞ છે, સર્વ જગત જીવના ભાવને જ્ઞાન કરી જાણે રહ્યા છે, તેથી મુખે કરીને શું કહું? ૧૧. મતિભ્રમ. ..ध्वस्तोऽन्यमन्त्रैः परमेष्ठिमन्त्रः, कुशास्त्रवाक्यैर्निहतागमोक्तिः। ___ कर्तुं वृथा कर्म कुदेवसङ्गादवाञ्छि हा नाथ मतिभ्रमो मे ॥ १२ ॥ હે નાથ ! અન્ય દેવી દેવલાનાં મલિન કુમંત્ર શીખી શીખીને આપને પંચ પરમેષ્ઠિ મંગળરૂપ નવ પદાત્મક શ્રી નવકાર મહા મંત્રને મેં નિરાદર કર્યો; વળી હે ભગવાન, કુશાસ્ત્રના શ્રવણવડે આપના મહા પવિત્ર જિનાગમના વચનને વૃથા અસત્ય માન્યાં, વળી કુટેવોની કુસંગતિવાળી સેવા કરી મેં મારાં પાપકર્મોને નાશ કરવાને ચાહ્યું, હાહા ઇતિ ખેદે, હે પરમેશ્વર, આ મને કે મને તિનો શ્રમ, અર્થાત બુદ્ધિનો વિપર્યાસ થયે? ૧૨.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy