SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંભ્રહ ભાગ ૨ નવમ અધ્યાત્મીઓ તરફથી બહાર પડતી હતી; તેથી અત્ર તે બાબતનું વસ્તુ સ્વરૂપ શું છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક માણસે અન્યાય કે અપ્રમાણિકપણાથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પિસા મેળવીને ધર્મમાગે તેનો વ્યય કરીશું. આ વિચાર તદન ખેટે છે, અને શાસ્ત્રકાર એવા નિમિત્તથી ધન મેળવવાની ચેvખી ના પાડે છે. મહા આરંભ કર્માદાન અને શુદ્ર વ્યાપાર કરી તેનાથી' જે ધન મળશે તેને ધર્મ માગે ખર્ચ કરશું એ કેટલાક પ્રાણીઓ વિચાર કરે છે, તે જેનશાસનનું રહસ્ય સમજનારને તદ્દન વિપરીત લાગે છે. આ લોકને ખાસ ઉદેશ દ્રવ્ય સ્તવની અપેક્ષાએ ભાવસ્તવની મુખ્યતા કેટલી છે તે બતાવવાનું છે અને આ ઉપદેશ શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલો છે. દ્રવ્યસ્તવ સાધવા ધનોપાર્જન કરી સંસારમાં પડયા રહેવાને અથવા ભાવસ્તવ ન આદરવાનો વિચાર કરનારાઓને મહાનિશીથ સૂત્રમાં બતાવેલા વિચાર અનુસારે આ લેક લખાયેલ છે એમ એક વિદ્વાન મુનિ મહારાજનું કહેવું છે. ૪. જે પિતાનું, તેજ મરણ પછી બીજાનું. ઉપનાતિ. गृहं सुहत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाण इत्थं न हि वेत्ति मूढो, विमुच्य सर्व व्रजतीह जन्तुः॥५॥ ઘર, મિ, પુત્ર, સ્ત્રી વિગેરે વગ, ધાન્ય, ધન, આ સર્વ મારે નિશ્ચયથી લાલ છે, એટલે આ સમગ્ર મારું છે. આમ મનમાં વિચાર કરતે મૂઢ મનુષ્ય નક્કી જાણતો નથી કે જીવ તે સર્વને અહિં ત્યાગ કરીને ચાલ્યા જાય છે. અર્થાત્ મરણ થતાં કાંઈ પણ સાથે ચાલતું નથી એમ જાણતો નથી. પ. સાત વસ્તુઓ સદા ક્ષુધાતુરજ છે. વંશ (×૭). न दारुभिर्वतिरपानिधिर्जलैराहारजालरुदरं करैर्नृपः। द्विजश्च दानैगगनं समीरणैर्न तृप्तिपात्रं मनुजस्तथा धनैः ॥ ६ ॥ જેમ લાકડીઓથી અગ્નિ, પાણીથી સમુદ્ર, અનેક પ્રકારનાં ભેજનોથી ઉદર (પેટ), પ્રજા પાસેથી કર લેવાથી રાજા, દાનથી બ્રાહ્મણ અને વાયુથી જેમ આકાશ તૃપ્ત થતું નથી, તેમ ઘણું ધન મળે તે પણ તેનાથી મનુષ્ય તૃપ્તિપાત્ર થતું નથી એટલે તૃપ્તિને પામતે નથી. દ.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy