________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
નવમ
બોલવામાં બાંગે હોય સમજમાં સારો હોય,
ગાફલ કે ફગે હાય હાડમાં હરામ છે, અતિ અનાચારી હોય વિવિધ વિકારી હોય,
જંગલી જુગારી હેય કાળાં ઘળાં કામ છે; આળસ અપાર હોય સૂમ સરદાર હોય,
વેવલા વિચાર હોય ઠગાઈનું કામ છે, કેશવ કબાડી કે અનાડી હોય તેય પણ
તેને લેક માને જેની પાસે ધન ધામ છે.
૧૮
કેશવ.
તેમજ–
શ્રીમતની સભા મધ્ય ગરીબ શી ગણતીમાં,
. કેહીનુર પાસ કાચ બાપડો શા બાબમાં; સાગરની આગળ તે ગાગરને ગણે કહ્યું,
તલતણું તેલ તુચ્છ તે કશું તેજાબમાં; લાખ ક્રોડ રૂપિયાનાં જે ઠેકાણે લેખાં થાય, -
કેડીએ બિચારી ત્યાં કહે કયા હિસાબમાં; સુણે રૂડા રાજ હંસ દાખે દલપતરામ, છ આનાની છીદરી તે છાજે કેમ છાબમાં.
દલપત.
તથા
છો . મણે હીરા તુજમાંહિ, મહા રસ મીઠા મેવા; હાથી, ઘેડા, હેમ, પદારથ તુજમાં તેવા; પુત્ર, પ્રિયા, પરિવાર, દેખતાં તુજમાં દીઠાં : ગાન તાન રંગ રાગ, પાનનાં તુજમાં પીઠાં; તું સિંહ સમે સંસારમાં, બિજા બિચારા બેકડા; કહું શું તુજને દલપત કહે, અરે રૂપૈઆ રેકડા.
લપત.
"
* પાનના-પીવાના.