________________
ગ્રંથરૂપી ગંગાનદીના રૂપને પ્રકટક આત્મારામજી
મહારાજજીને વંદના.
વિડિત. यस्यास्याद्वचनोमिरङ्गललिता सनिर्गता शान्तिदा । ___ स्याद्वादामलतीरतत्त्वविटपिपोल्लाससन्दायिनी । भव्यात्मानघपान्यतर्पणकरी ग्रन्थावलीजान्हवी । नित्यं भारतमापुनाति विजयानन्दाय तस्मै नमः॥
રપ. જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથશ્રેણિરૂપ ગંગા કે જે વચનરૂપી તરંગેના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપી નિર્મળ તીર ઉપર રહેલા તત્વરૂપી વૃક્ષોને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મરૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ તથા શાંતિ આપનારી * છે, તે ગ્રંથશ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારત વર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે નમીએ છીએ.