SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનગરમાં આત્માનંદસભામાંથી નીકળતા આત્માનંદ પ્રકાશ માસિકના મેંબર પણ થયા છે. જામનગરમાં આ સાલથી સંઘના અગ્રેસરોએ ધર્મનાથના દેરાસરના વહીવટનું કામકાજ આ શેઠજીને સોંપ્યું છે. ૧૬૯ માં મુનિશ્રી કૃપાચંદજીના ઉપદેશથી શેજીએ પાલીતાણામાં પાંત્રીસું કર્યું અને તે નિમિત્તે રૂા. ૧૦૦ વાપર્યા. ૧૯૭૦ માં શેઠજીએ નવ પદ ઓળીના તપનું ઉઘાપન કર્યું તે નિમિત્તે પ્રભાવના, સ્વામીવત્સલ, તેની સાથે પાંચમના તપને એક છોડ તથા મન એકાદશીન તપનો એક છોડ તથા વિશસ્થાનકના તપના બે છોડ તેમજ સ્વપલીતરથી વિશસ્થાનકને એક છોડ મેલવામાં આવ્યા હતા તથા અઠ્ઠાઈ મહોત્સવ કરી તેમજ ત્રણ ગચ્છ કરી રૂપીઆ (૩૦૦૦) ત્રણ હજારને સન્માર્ગે વ્યય કર્યો. ૧૯૭૧ માં ચાતુર્માસમાં પૂજ્ય ઉપાધ્યાય વીરવિજયજી મહારાજજીના શિષ્ય સાહિત્યપ્રેમી વિનયવિજયજી મહારાજજીના સહેજ ઉપદેશથી શેઠજીએ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજે છપાવવામાટે રૂ. ૪૦૦ ની મદદ આપી, તે ઉપરથી ગ્રંથ છપાવવાનું કામ શરૂ થઈ ગયું. સદરહુ શેઠજી કસ્તુરભાઈએ જામનગરમાં સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરી અને આ મંડળનું કાર્ય સંતોષ કારકરીતે ચાલે તેટલા કારણથી સદ્દગૃહસ્થાના આગ્રહથી આ મંડળના પ્રમુખ તથા રેઝર બની ઉક્ત પૂજ્ય મુનિશ્રી વિનયવિજયજીનાં પુસ્તકની જામનગરમાં મંડળની સાથે પુસ્તકાલયની ગોઠવણ કરી અને પોતાની જીંદગીને સોનેરી રેખાથી આંકીને ભવિષ્ય જન્મની સફળતા માટે પોતાની પૂજ્ય માતાની સેવાનો લાભ લેતા સહકુટુંબ વર્તમાનકાળમાં જામનગરના અલંકારરૂપે જામનગરમાં ધર્મધ્યાન નમાં આગળ વધવા તેમજ કુટુંબ તથા પરિચયવાળા માણસને અને મિત્ર મંડળને સારે ધામિક દાખલો બેસારવા પિતે બિરાજે છે. ૧૯૭૨ માં સહકટુંબ ભયણ, પાટણ, રાધનપુર, શંખેશ્વરજી, પાનસર, અમદાવાદ તથા ફાગણ માસમાં પાલીતાણાની યાત્રા કરી રૂ. ૫૦૦ શુભ માગે વાપરી અદ્યાપિ સાધુ તથા સાધ્વીઓને યથાશક્તિ જોઈતી વસ્તુઓ વહોરાવી તેમની સેવાને સારે લાભ લે છે. - ૧૫૦ ની સાલથી આરંભીને હજુ પણ દરેક ચાદશ તથા પર્વણિના પિષા કર્યા કરે છે. તેમજ પ્રાત:કાળમાં વ્યાખ્યાનમાં જાય છે તથા - એક વખત પરિકમણું કરે છે અને તેમાંથી બચતા વખતમાં ધર્મશાસ્ત્ર વાંચે છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy