SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષમ ગ૨ઉપર ગપ, દિલ્હીને જયમલ્લ નામને મલ્લ બાદશાહના તમામ મલેસાથે કુસ્તી કરી જીત મેળવી ઘણે હરખાઈ ગયે અને કહેવા લાગ્યું કે હવે અહીં તે મારા જેવું કંઈ જબરું નથી. અહીં નથી તે દુનિયામાં પણ ક્યાંથી હોય! અરે! કેની માએ શેર સૂંઠ ખાધી છે કે મારી બરાબરી કરી શકે? માટે હવે તે દિગ્વિજય કરવા ચૂકવું નહિ. ઘણુ રાજારજવાડા છે ત્યાં જઈ કાંતે લડનાર અને તે નહિ તે સવા મણ સેનાના પૂતળાની માગણી કરવી. લડનાર તે કઈ હશે ત્યારે આપશેકની? આમ કરવાથી સેનાનાં પૂતળાં મળશે માટે આ કમાવાની તક ખોવી નહિ. વળી દુનિયામાં આપણું જીતના ડંકા વાગે એ થાડી મગરૂબીનું કારણ નથી. આવા વિચારથી પરદેશમાં વિજય કરવા નીકળે. મેટા મેટા રજવાડા અને શહેરમાં જયમલ્લ ફરી વળે, ત્યાં કઈ લડનાર મળ્યું નહિ; પરંતુ જ્યાં જ્યાં ગયે, ત્યાંથી વિજયની નિશાની તરીકે સવા મણ સોનાનું પૂતળું લીધું. આ પ્રમાણે ચાળીશ પૂતળાં એકઠાં થયાં પણ કે માથાને મળે નહિ. મલ્લને આથી ઘણેજ ગર્વ ઉપજ્ય. જ્યમલ્લ ફરતે ફરતે અમદાવાદની બજારમાં આવી ચડે. કમર પર ચાળશ પૂતળાં સેનાના બાંધીને ચૂટા વચ્ચે ઉભા રહી કહ્યું કે, મારી સાથે કઈ લડનાર આપે, નહિ તે સવા મણ સેનાનું પૂતળું આપે. ઘણા લોકે એકઠા થયા હતા તેમાંથી “પારકા છોકરાને જતી કરવા '' મશ્કરીમાં એક જણ બેલી ઉઠયે કે–અહો મલ્લ! તમારી સાથે લડે એ ગાંગલી ઘાંચણને કરે તડીઓ અમારા શહેરમાં છે. તેને ત્યાં જાઓ તે તમારી સાથે લડશે. મલ્લ તે લાગલેજ ગાંગલી ઘાંચણને ઘેર ગયે અને તજવીજ કરી તે ઘરમાંથી કતડીઆની ઓરતે જવાબ આપે કે તે તે ઘેર નથી, ગામ ગયા છે.” મલે ફરીને પૂછયું, “યે ગામ ગયે છે અને ક્યારે આવશે?” બાઈએ ઉત્તર દીધે કે અહીંથી ત્રીશ ગાઉઉપર ગામ છે, ત્યાં અમારા શેઠનું સે ગાડાં લટું છે, તે લેવા આજ સવારના ગયા છે, તે લઈ સાંજે પાછા આવશે. પતાની ખાંધપર ખેંચી લાવવું છે, માટે ઘડીક મોડું વહેલું વખતપર થાય તો થાય, પણ આજે અચુક ઘેર આવશે. મલે આશ્ચર્ય પામી સવાલ કર્યો કે ખાંધપર શી રીતે લાવશે? બાઈએ કહ્યું કે દરેક ગાડાને ઊંટડો આગળના ગાડામાં ભરાવી સૈથી આગલા ગાડાને ઊંડે પોતે ખાંધપર લઈ ખેંચશે એટલે તમામ ગાડાં ખેંચાતાં આવશે. ઘાંચણનાં આવાં વેણ સાંભળી મલ્લના તે હાંજાજ ગગડી ગયા. અધ. ધધ! સે ગાડાં લેટું ખેંચી સાઠ ગાઉને પંથ કરી ઘેર સાંજે પાછા આવશે! * કૌતુકમાળા.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy