SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ પરિચ્છેદ, મૃષાવાથ-અધિકાર. આ પ્રમાણે હું કરું છું (કરીશ) એમ પ્રતિજ્ઞા કરીને હૈર્ય હીન એ જે પુરૂષ સ્વીકારેલ કાર્યને કરી શકતા નથી તેવા પુરૂષને અડકવાથી ઉત્પન્ન થયેલ પાપનું પ્રક્ષાલન કરવાને આ લેકમાં સમુદ્ર પણ સંપૂર્ણપણને પામતે નથી. અથત ભ્રષ્ટપ્રતિજ્ઞ મનુષ્યને અડકવાથી પણ પાપ લાગે છે કે તે પાપ ? એવડું મહેસું છે કે તેને મળ આખા સમુદ્રના પાણીથી પણ બેઈ શકાતે નથી. ૧૦. અસત્યથી હાનિ. વાસ્થવૃત્ત. असत्यमप्रत्ययमूलकारणं, कुवासनासद्म समृद्धिवारणम् । विपनिदामं परवञ्चनोर्जितं, कृतापराधं कृतिभिर्विवर्जितम् ॥ ११ ॥ જૂઠું બોલવું તે અવિશ્વાસનું કારણ છે, (અર્થાત્ જા હું બેલનારને કઈ વિશ્વાસ કરતું નથી,) પાપબુદ્ધિનું ઘર છે. લક્ષમીને આવતી અટકાવનારું છે, દુઃખનું કારણુ (આપનારું) છે, બીજાઓને છેતરવામાં બળવાન છે, વળી તે . (અસત્ય વચન) પાપવાળું છે, તેથી સત્પરૂએ તે વચનને ત્યાગ કર્યો છે. ૧૧. તથા– शिखरिणी. यशो यस्याद् भस्मीभवति वनवह्नरिव वनं, निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव । न यत्र स्याच्छायातप इव तपासंयमकथा, कथश्चित्तन्मिथ्या वचनमभिधत्ते न मतिमान् ॥ १२ ॥ सिन्दूरप्रकर. બુદ્ધિશાળી મનુષ્ય કયારે પણ મિથ્યા વચન બોલતેજ નથી, (કારણકે) જેમ દાવાનળથી વન નાશ પામે છે તેમ જ ડું બેલવાથી (મનુષ્યની) કીર્તિ નાશ પામે છે, જેમ વૃક્ષેનું નિદાન (પષક) જળ છે, તેમ દુઃખનું નિદાન (આપનારું) અસત્ય વચન છે, જેમ તડકામાં છાયા નથી, તેમ અસત્ય વચનમાં તપ તથા ચારિત્રની વાર્તા પણ નથી. (અર્થાત અસત્ય વચનને ત્યાગજ કર.) ૧૨,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy