SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ક્ષય કર્યો. ત્યાંથી વિહાર કરી વેરાવળ પધાર્યા અને ત્યાંના સંઘના આગ્રહથી ત્રીજી માસું, પણ ત્યાં વેરાવળજ થયું. ત્યાં ૩૫ ઉપવાસ કરી આ જન્મનું સાફલ્ય કર્યું અને તપસ્વીઓમાં અગ્રપદ ગવવા લાગ્યા. • - વેરાવળથી વિહાર કરી ભાણવડમાં સંઘના આગ્રહુથી થોડા દિવસ રહ્યા, અને તે ગામમાં તપસ્વીજીએ ૧૭ ઉપવાસ કરી જનસમૂહઉપર ધર્મસંબંધી સારી છાપ બેસારી. જામનગરની યાત્રા કરી મોરબી થઇ વઢવાણથી વિહાર કરીને ૧૭૧ ની સાલના ચાતુર્માસ રાણપુર (ચુડા-રાણપુર) માં કર્યા અને તે ચાતુર્માસમાં ગુરૂ જીની દેખરેખ હેઠળ ૫૧ ઉપવાસ કર્યો કે જે એકાવન ઉપવાસની વાર્તા સાંભળનાર દરેક મનુષ્યો' તેમની તપશ્ચર્યાના પ્રતાપથી આશ્ચર્ય પામવા લાગ્યાં. મનુષ્યએ તપશ્ચર્યા કેમ કરવી એ ક્રમ સદરહુ મુનિશ્રીએ પોતાના દાખલાથી સ્પષ્ટ બતાવી આપે છે, તેમને પગલે ચાલવા ખાસ ભલામણ કરવામાં આવે છે. - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ બીજામાં તપસ્વી અમૃતવિજયજીએ જે મદદ કરી છે તે ખાતે આ મળડ તેમના ઉપકારમાં ડૂખ્યું છે. दुर्लभं संस्कृतं वाक्यं, दुर्लभः क्षेमकृत् सुतः। दुर्लभा सदृशी भार्या, तपस्वी दुर्लभो जनः ॥ सुभाषितरत्नभाण्डागार. શુદ્ધ સંસ્કારવાળી અથવા પ્રેમાળવા સાંભળવી દુર્લભ છે, શુભ કાર્ય કરના પુત્ર મેળવો દુર્લભ છે, પિતાના ગુણસદશ સ્ત્રી મેળવવી દુર્લભ છે અને (અમૃતવિજય જેવા ઉચ્ચ કોટિના) તપસ્વી જન મળવા મહા દુર્લભ છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy