SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ . કુતા-અધિકાર. • 5 - ક મજવું. પ્રમાદ આઠ પ્રકારના છે. ૧ સંશય, ૨ વિપર્યય (ઉલટ બેધ), ૩ ગ, ૪ ઠેષ, પ મતિભ્રંશ, ૬ મનવચન કાયાના ગાનું દુપ્રણિધાન, ૭ ધર્મ પર અનાદર, ૮ અજ્ઞાન અથવા પાંચ પ્રકારે પણ પ્રમાદ છે. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. અત્ર આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ સમજ. શાસ્ત્રાભ્યાસ કે શ્રવણ પછી તે બન્યાજ રહે તે પછી થઈ જ રહ્યું! વૈદ્યશાસ્ત્રોક્ત વિધિપૂર્વક મારેલી તામ્ર કે પારદ પ્રમુખના પ્રયોગથી પણ જ્યારે વ્યાધિ મટે નહિ ત્યારે તે કેસની આશા છોડવી. તેમજ સંસારદુઃખરૂપ વ્યાધિ પણ તેને માટેના રસાયનરૂપ શાસ્ત્રથી પણ જે મટે નહિ તે જાણવું છે તેવા વ્યાધિવાળે પ્રાણી “દુઃસાધ્ય” કે “અસાધ્ય’ના વર્ગમાં છે. દરેક ભૂલને સુધારવાના ઉપાય હોય છે, દરેક વિમાગમનને સુમાર્ગે લાવવાનાં સાધન હોય છે, દરેક વ્યાધિનાં ઔષધ હોય છે. પ્રમાદનો પારિભાષિક અર્થ ન કરીએ તે સામાન્ય ભાષામાં તેને આળસ-પુરૂષાર્થને અભાવ એ અર્થ થાય છે. દરેક વ્યક્તિ પછી તે ઉપાધિસહિત કે રહિત હોય તેને સ્વકર્તવ્યથી ભ્રષ્ટ કરનાર આ મહાદુર્ગુણ છે. એની હો જરી હોય ત્યારે કઈ પણ કાર્ય થઈ શકતું નથી અને દરેક પગલે ખલના પ્રાપ્ત થાય છે. સાધુ જીવનમાં પ્રમત્ત અવરથા અધપાત કરાવનારી થાય છે અને સાધ્યને રસ્તે વધારે કરાવવાને બદલે એક પગલું પાછી હઠાડે છે. આ પ્રમત્ત અવસ્થા દૂર કરવા માટે શાસ્ત્રાભ્યાસ પરમ ઉપાય છે. શાસ્ત્રાભ્યાસથી પિતે કોણ છે, પોતાની ફરજ શી છે, પિતાનું સાધ્ય શું છે, તે સાધ્ય પ્રાપ્ત કરવાના ઉપાય શા છે તે જાણવાનું-સમજવાનું બની આવે છે અને તેને થીજ પ્રમાદને દૂર કરવાની યોગ્યતા શાસ્ત્રાભ્યાસીને પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ પણ મનનપૂર્વક અને વતન પર અસર કરનારે જોઈએ. વાગડબર કે ચપળતા કરાવના. શાસ્ત્રાભ્યાસ બહુ લાભપ્રદ નથી. કારણકે એવી સ્થિતિમાં વ્યાધિના ઔષધતરીકે તેમાં જે ગુણ રહેલ છે તે નાશ પામે છે અને ધારેલ પરિણામ ન નીપજાવનાર ઔષધ નકામું થઈ પડે છે તેમ શાસ્ત્રાભ્યાસ પણ અાવા સંગમાં ઉપયોગ વગરને થઈ પડે છે. રસાયનનું ઉક્તદષ્ટાંત તેથી બરાબર થાય છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રાભ્યાસ બહુ મનનપૂર્વક કરવે, તે પ્રમાણે વર્તન કરવું અને પ્રમાદ વિગેરે દુર્ગુણો હોય તેને દૂર કરવાનું સાધ્ય લક્ષમાં રાખવું. પરમ સાધ્ય તે “શિવ” (મોક્ષ) છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને બુદ્ધિ તથા શક્તિને આવિર્ભાવ આપવાના આવા અનુકૂળ પ્રસંગે પ્રાપ્ત થયા છતાં તેને સદુપયોગ ન થાય અને દરેક શુભ કાર્યમાં પ્રસાદ થયાજ કરે એ સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા સમજવી અને દૂર કરવા પરમ પુરૂષાથી પ્રગટ કરે. ૬. ૨૧
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy