________________
૧૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
સપ્તમ પરંતુ નારાયણસ્વરૂપ લાખો ગરીબ લોકોનાં અસ્થિ તથા માંસ ભક્ષ કરી જતા જઠરાગ્નિના મુખમાં સૂકા રોટલાના સાત દિવસના વાસી ટુકડા શામાટે નાંખતા નથી? આવા હવનની આજે હિંદુસ્તાનને વધારે આવશ્યકતા છે.
વળી હજારે માણસને એક દિવસમાં જમાડ્યાં તેમાં શું દહાડો વજે? આવા વિવેકરહિત પોપકારથી માત્ર સંભાવિત ભિખારીઓની સંખ્યા વધે છે. હિંદુસ્તાનમાં આ સર્વ દૈન્ય અને દારિદ્ર શાથી વધ્યાં છે ? દેશ, કાળ અને સત્પાત્રને વિચાર ન કરીને આપેલા દાનથી. - પંચમહાભૂતને દેવતા કલ્પીને તેમની સાથે માત્ર એક પ્રકારની દુકાનદારીનેજ વ્યવહાર રાખવામાં આવ્યું હતું એમ કહેવામાં કાંઈ હરકત નથી. આ વ્યાપારમાં કાંઈ આધુનિક મારવાડીપણું દાખલ થયું નહોતું પરંતુ તેમાં લેણદેણ અને અરસપરસના કાયદાની વણિવૃત્તિ તો અવશ્ય હતી જ.
આ સ યો માત્ર “” પર અવલંબી રહ્યા હતા. જે વરસાદ જેઈતો હોય તે આ યજ્ઞ કરે; જે પ્રજોત્પત્તિની ઈચ્છા હોય તે પેલે યજ્ઞ કરે; જે વિજયની લાલસા હોય તે અમુક યજ્ઞ કરે, જે દ્રવ્યની આવશ્યકતા હોય તે કઈ ઈતર યજ્ઞ કરો ઈત્યાદિ.
આ પ્રમાણે આ સ ય માણસની પોતાના કામનાપર અવલંબી રહેલા હોવાથી તેઓ પ્રથમ ફરજીઆત નહોતા, પણ ઐચ્છિક હતા; પરંતુ ધીમે ધીમે તે શિષ્ટાચાર અને રીવાજતરીકે રૂપાંતર પામ્યા અને આખરે મનુષ્ય પોતેજ પિતાની જાત પર લાદેલા નિત્યકર્મતરીકે તેને ઉપાડવા લાગ્યા.
- આગળ “રામ” જણાવે છે કે સ્મૃતિ (કાયદા), રૂદ્ધિ, આચાર, વિધિ, સંસ્કાર-કર્મકાંડ-બદલાતાં ગયાં છે એટલું જ નહિ પણ એકજ દેશના જુદા જૂદા ભાગમાં તે ભિન્ન ભિન્ન છે. કેઈ પણ સમાજની જીવિત દશાને આધાર તે સમાજના ચલિતપણું, વૃદ્ધિ અને ઉચિત ફેરફાર કરવાપર રહેલે છે “પરિવર્તન (ફેરફાર) કરો, નહિ તે મરો” એ સૃષ્ટિને ઉગ્ર મંત્ર છે. - આટલા માટે આપણે આપણું કર્મકાંડ બદલી પરિસ્થિતિને અનુકૂળ કરવાં જોઈએ—આપણું આવશ્યકતાએ વેદકાલીન રાષિઓની આવશ્યક્તાથી ભિન્ન છે, જે જે” ના ઉપર સર્વ કર્મકાંડ અવલંબી રહ્યા હતા તે “જે.” (કામ) હવે બદલાઈ ગયા છે. જે તમારે ઢેર જઈએ તો ઇંદ્રદેવને બલિદાન આપે, જે તમારે સંતતિ જોઈએ તે પ્રજાપતિને સંતુષ્ટ કરે, ઈત્યાદિ પ્રશ્ન આજે આપણી સમક્ષ નથી. આજના કર્મકાંડ નીચે પ્રમાણે પરિવર્તન પામેલા સ્વરૂપમાં હોવા જોઈએ. દિવસે દિવસે વધતા જતા અને સુધરતા ઉધોગ ધંધાને આ જમાનામાં જે તમારે જીવતા રહેવું હોય અને રાષ્ટ્રીય ક્ષયથી ધીમે ધીમે ક્ષીણ થઈને મરવું ન હોય તે વિદ્યુતરૂપી માતરિધાને