SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. ક્યા–અધિકાર. ૧૨૩ સંરક્ષણ કરતાં શીખે તેને માટે ગાયનું માહાસ્ય અનેક રીતે વર્ણવી એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચાડી દીધું કે તેના રક્ષણમાં ધર્મ અને વિનાશમાં પાપ સુદઢપણે મનાઈ ગયું ત્યારે બીજીતરફથી ધમષ યવને વિગેરેમાં ઉત્પન્ન થયે જેથી તેઓ આત્યેની લાગણી કેમ દુખાય તેને માટે નિરર્થક-બીન જરૂરીઆત છતાં ગાયનો વધ કરવા લાગ્યા. સૂવર ક્ષત્રીઓને વિધ્ય સ્વીકારાયે. કારણકે ખેતીવાડીને નુકશાનકર્તા સૂવર અને મૃગ હોવાથી તેઓનો શિકાર એ * સૂતે જ મનાવે છે. બકરાઓ અને ઘેટાઓની કુદરતી ઉત્પત્તિ વિશેષ હોવાથી તેમજ બકરી કિંચિત ઉપયોગી સમજાણી. બકરાંઓ કાંઈ પણ ઉપયોગનાં ન હોવાથી નિરૂપયેગી મનાણાં જેથી યજ્ઞાદિમાં તેને હોમવા એ કર્તવ્ય મનાણું. આપણે જોઈશું સમજાશે કે જે જાતની વિશેષ ઉત્પત્તિ હોય છે તે જાત હિંદુ-મુસલમાન દરેકને ભક્ષ્ય સર્વ સાધારણ મનાય છે, તેવી સ્થિતિ બકરાંઓ, કુકડાંઓ, માછલાંઓ વિગેરેને માટે જોવામાં આવે છે. આ બધા વિધિ પ્રતિષેધના નિયમે જુદા જુદા ધર્મવાળાઓ તરફથી ધર્મ : અધર્મના નામે સ્વીકારવામાં આવ્યા છે તેના બદલામાં જે તેવાં જાનવરથી ઐહિક ફાયદા-ગેરફાયદા માત્ર સમજાવવામાં આવ્યા હોત તો તેજ વાત સર્વ માન્ય થઈ પડત. કલહ અને વિરોધને પ્રત્યાઘાત જે થયા હોય તે તે એકબીજાના ધર્મષને લઈને થયેલા છે. એટલે કે પોતાના હિતતરફ પણ ત્યાં કેટલાએકની દષ્ટિ ખેંચાણું નથી. દાખલાતરીકે ખેતીવાડીની આબાદીઉપર દેશની આબાદીને આધાર છે અને દેશની આબાદીથી રાજા તથા પ્રજાની આ બાદીને આધાર છે. હિંદુ અને મુસલમાને બન્ને એમ તે સ્વીકારતા હવાજ જોઇએ કે ગાયથી ઉત્પન્ન થયેલા વાછડાથીજ ખેતીની આબાદી છે એમાં બે મત કેઈના પણ નજ હોઈ શકે છતાં એકબીજાથી વિરોધી વર્તન દેખાય છે તે માત્ર ધર્મના નામથીજ છે. આજ રીતે જે થીયરી તપાસીએ તે ઉડે હેતુ તેમાં પણ તેજ માલુમ પડે છે. પણ એકબીજાના ધર્મની લાગણી દુખાવવી, એકે જેનો પ્રતિષેધ કર્યો, બીજાએ તે સ્વીકાર્યો એજ ધમીપણું છે. એવા અજ્ઞાને ઘણું અણસમજુ વગમાં ઉડી જડ ઘાલી દીધી છે. દાખલા તરીકે હિંદુ અને ઈસ્માલી ધમવાળાના ઘણું નિયમે જોઇશું તે એકબીજાથી વિરોધી જ માલુમ પડશે. હિંદુધર્મમાં પણ તેવી જ મૂર્ખાઈ કવચિત કવચિત જોવામાં આવે છે. જેનેએ જ્યારે કંદમૂળભક્ષણ અને રાત્રિભેજનનો ત્યાગ સ્વીકાર્યો, ત્યારે બીજા ધર્મબંધુઓએ ખાસ ઉપવાસમાં કંદમૂળજ ફલાહારતરીકે સ્વીકાર્યા. રાત્રિભેજનમાટે પણ ખાસ રાજ જમવાનો નિયમ રાખ્યો. જેમાં ઘણું વાર તે વાતને નિંઘ માનિ છે છતાં પોતાની રૂઢી મૂકી શકતા નથી અને જેઓ કેટલાએક રાત્રિભેજનના અને કંદમૂળભક્ષણના ત્યાગી નીકળે છે, તેઓની તે ધર્મવાળા મશ્કરી કરે છે,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy