SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ પારસી કે કસાઈ ગમે તે હે; પરંતુ શત્રુ કિંવા મિત્રને સમાન રીતે મીઠું દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ વિગેરે ઉત્તમ પદાર્થો આપી અમૂલ્ય છે વન આધારભૂત બને છે. વળી તેનાં સંતા-બળદ ખેતીના કામમાં પૂર્ણ મદદ આપી અનાજ ફળકુલને ઉત્પન્ન કરે છે, ગાડીગાડાને ભાર સહન કરી વિકટ પંથને કાપી પિતાના બાંધાની ધારણું પાર પાડે છે અને આખી જીંદગીપર્યન્ત સેવા બજાવે છે; એટલું જ નહિ પણ મુવા પછી પિતાના ચામડા પર્યન્તથી તમામના પગનું રક્ષણ કરી અમૂલ્ય સેવા બજાવે છે; છતાં તેવી હિતકારી ગેમાતાની કુરબાની કરવામાં આવે છે. એ ખરેખર મહા શેકજનક પ્રકાર છે. જે એ ગાયને વધ થવે બંધ થાય તે હિંદમાં હિંદુ-મુસલમાને વચ્ચે જે વખતોવખત તકરાર અને ઘેર યુદ્ધ થાય છે તે થતાં બંધ પડે અને હિંદુમુસલમાન વચ્ચે અત્યંત પ્યાર વધે એમાં જરા પણ શક નથી. આ પ્રમાણે હાથને બદલે કાન જેડીને આપને અરજ નિવેદન કરે છે. - આવી મતલબને મળતી પુષ્ટિ ત્યાં બેઠેલા પંડિત જગન્નાથ, દીવાન ટેડરમલ, અબલકુલ વિગેરે નવ રત્નએ આપવાથી શાહે ગોવધ રાજ્યમાં બંધ કરાવ્યા, જેથી હિંદુ તથા મુસલવચ્ચે એકસંપી વધવા લાગી તથા ખેતીવાડીનું બળદ સાધન હોવાથી બળદનું પણ રક્ષણ થવાથી ઉત્તમ પ્રકારનાં ફળફુલ પૃથ્વી આપવા લાગી અને ગોવધ અટકવાથી રાજ્યની સ્થિરતાને પાયે સારો નખા અને ઢેરે પીટાવી જાહેર કર્યું કે આજથી જે ઈ ગાય કે બળદનો વધ કરશે તેના હાથ અને મદદ કરનારની આંગળીઓ કપાવી નાખવામાં આવશે. ઉપરની મતલબ જ્યારે દેશમાં બહાર પડી ત્યારે અકબરશાહ હિંદુએને વધારે પ્રિય થઈ પડે. * પ્રયતની વિકટતાથી હારી જતા હૃદયને ધર્ય તથા શાર્ય આપવું. એ વગેરે કાર્ય શ્રીસદ્દગુરૂનું છે. એજ એમની કૃપા છે અને આપેલા ઉપદેશાનુસાર વર્તન કરવું, એ કાર્ય શિષ્યનું છે. તેથી ચિતિશક્તિના સર્વ પ્રાણીઉપર પ્રેમ કરવાના ધર્મને પ્રયત્નપૂર્વક હૃદયમાં સેવે. દુષ્ટઉપર પણ અપ્રીતિ ન કરે, સર્વમાં સર્વાત્મભાવ કરે. ચિતિશકિતઉપર તમારે અત્યંત પ્રેમ, ચિતિશકિતઉપર તમારી અનન્ય ભક્તિ ત્યારે જ યથાર્થ ગણાય છે કે જ્યારે તમે જ્યાં જ્યાં ચિતિશક્તિની સત્તા છે, ત્યાં ત્યાં અપૂર્વ પ્રેમ દર્શાવે છે. બીજા પ્રાણુઓના હૃદયમાં રહેલી ચિતિશક્તિની અવગણના કરી તમે તેમને દ્વેષ કરે છે, તેમના ઉપર ક્રોધ કરો છે, તેમનું અકલ્યાણ ઈચ્છે છે અને કરે છે, તે તમારે ચિતિશક્તિઉપર પ્રેમ થયેજ નથી. તમારામાં ભક્તિ પ્રકટી નથી. * અધ્યાત્મ બલપષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy