SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ પરિચ્છેદ. નિયમફલ–અધિકાર. માંસ ખાનાર, દારૂ પીનાર, પણ એકજ ગંઠસહિ પચ્ચખાણ કરવાથી ભલે એ જે તંતુવાય (કપડાં વણનાર) તે જશકીતિ મેળવી અને દેવતાને ભવ પામ્યા. ૬. શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મહાભિયહ” નામનું વ્રત. શાર્દૂલકિત ૭ થી ૨૦). पृथ्वीनाथसुता भुजिष्यचरिता जञ्जीरिता मुण्डिता, क्षुरक्षामा रुदती विधाय पदयोरन्तर्गतां देहलीम् ।.. कुल्माषान्महरद्वयव्यपगमे मे शूर्पकोणस्थितान्, दद्यात्पारणकं तदा भगवतः सोऽयं महाभिग्रहः ॥ ७ ॥ એક શ્રીચન્દનબાલા કરીને રાજાની પુત્રી હતી. તે રાજાનું રાજ્ય દુશ્મનોએ લઈ તેને મારી નાખ્યું. તે વખતે તેની આ ચન્દનબાલા નામની પુત્રી એકલી ભાગી છૂટી તેને એક વાણીઆએ આશ્રય આપે, તેને ત્યાં રહેવા લાગી. તેવામાં એક દિવસ તે વાણીઓ કામ પ્રસંગે પિતાને ગામથી બીજે ગામ ગયે. પછવાડેથી વાણુઓની દુરશીલા પીએ આ રાજકન્યાને દાસીનું કાર્ય સંપ્યું એટલેથી સંતોષ ન માની, તેના પગમાં બેડી નાખી તથા તેનું માથું મુંડી નાખ્યું. આમ કરવાનું કારણ એ હતું કે એક દિવસ તે છોકરીના માથાના વાળ હેઠા પડતા હોવાથી તેના ધણુએ હાથમાં લઈ તે છેકરીના માથાઉપર સમા કરીને બાંધ્યા. આથી તે વાણીઆની સ્ત્રીએ જોયું તેથી તેણીના મનમાં શંકા થઈ કે રખેને આ વાણીએ મને કાઢી મૂકી આ છોકરીને પરણે! તેથી આ છોકરીને દુઃખ આપવાને વખત શોધતી હતી. ત્યાં આ વખત ઉપર કહ્યા મુજબ તે વાણીઆની ગેરહાજરીમાં આવી ગયે ત્યારે તે ચન્દનબાલાને એક અંધારી કેટડીમાં પૂરી મૂકી અને આમ ત્રણ દિવસે નિરાહારમાં ચાલ્યા ગયા ત્યારે તે ચન્દનબાલા ભૂખથી દુબળી થઈ. ત્યાં ત્રીજે દિવસે પરગામથી તે વાણમાં આવ્યું, તેણે આ છોકરીને અંધારી કેટડીમાંથી બહાર કાઢી અને તેના હાથમાં ખાવામાટે અડદના બકુલા એક સુપડાના ખૂણામાં નાખી આપ્યા અને છોકરીને ડેલીમાં ઉભું રહેવાનું કહી તે બેડી તોડાવવા સારૂ લુવારને બોલાવવા ગયે. દરમ્યાન તે છોકરી ડેલીના ઉમ્બરને બે પગવચ્ચે રાખી ઉભી ઉભી વિચાર કરવા લાગી કે આજ બપોર થઈ ગયા છે. આ વખતે જે કઈ મહાત્મા વિતરાગ અતિથિ પ્રાપ્ત થાય તે આ સુપડાના ખૂણામાં રહેલ અડદના બકુલા તેને આપું. તેટલામાં ત્યાં મહાવીરસ્વામી પધાર્યા તેને જોઇ આ છોકરી બકુલાની ભિક્ષા તેઓને આપવા લાગી. પરંતુ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy