________________
કે હષ્ટપુષ્ટ પહેલવાન છું, હું અહીં અમરપદો લખાવી લાવ્યું છે
ના પેટામાં ભારે ઘરનાં ઘર છે, એની જમીનદારી છે, મારે નેકર ચિકર, સગાંસંબંધી પજિતેની હુંફ છે. આવી આવી બાબતો આવે. પછી તે એ તેરમાં ફરે, માથે ફેંટા ઉપર તેરા ચઢાવે પગે ધમધમાટ કરતે ચાલે ચમચમ કરતાં જોડાને દાબી દાબીને ઘુમાવતે જાય, માથે તેલ ધૃપેલ નાખે, આંખમાં આંજણ આંજે, છાતી કાઢીને રોફ મારે વગેરે. પણ એ જરા વિચાર કરે ત્યારે એને માલુમ પડે છે કે આમ છાતી કાઢીને ચાલવાનો અને મનમાં આવે તેવું બોલી નાખ. વાને કાંઈ અર્થ નથી. પછી એને વિચાર આવે છે કે આ જુવાનીને, લટકે તે ચાર દહાડાને છે. જેવી પંકિયે શિથિલ થવા માંડી, આંખ કાનનું તેજ ઘટવા માંડયું, પગલાં આડાંઅવળાં પડવા માંડ્યાં કે બધું સાત સાત થઈ જશે અને સામે ઘડપણ કેળા ઘૂરકતું ઊભું જ છે.. પછી આજને રંગ, આંજને એપ કે આજનું ધમસાણ ટકવાનું નથી.
અને એક ઘડપણનો વિચાર આવે ત્યાં તે તેની નજરમાં અનેક રોગો ખડા થઈ જાય છે. હાથપગમાં વા, ઘૂંટીનાં સાંધાની અકડાઈ, પક્ષઘાત, પરાધીનતા, કાનની બહેરાશ અને આંખનાં બેંતાળાઆ સર્વે તેની નજર આગળ ખડા થઈ જાય છે, એ બીજા બુજર્ગોના હાલહવાલ નજરે જુએ છે, બીજા વ્યાધિગ્રસ્તના વ્યાધિઓ, રોગ અને દરદની હારની હાર જુએ છે, એ શ્વાસ, દમ, સનેપાત, ટાઈફેઇડ, ન્યુમનીઆ અને કોલેરાના કેર જુએ છે અને એ વ્યાધિઓ તે સામે ઊભા છે એમ એ જાણી વિચારમાં પડી જાય છે.
અને પછી ઘરના ઘર અને ઘસ્ના કારખાનાં, દુકાન, મેડી અને વિસને પોતાનાં માની કરેલ કલ્પનાઓની જાની સામે એને દેખાય છે કે આ તે દરરોજ એક દિવસ આખામાંથી ઘટતો જ જાય છે. ત્યારે આ આવી આફતને આરે ઊભેલ પિતાને નિરાંત શેની ?