________________
(9૮.
ઓર જ હેય. દુનિયા એને બાવરે કહે, બેવકૂફ માને, અવ્યવહાર માને કે ઘેલ ગણે એની એને પરવા કે દરકાર હોતી નથી. એની નજર સામે પડતી નથી. એને અન્યના અભિપ્રાય સાંભળવાની પડી હેતી નથી, અને પિતા માટે બીજાએ શું ધારે છે કે કેવું બેલે છે તે જાણવાની જિજ્ઞાસા હેતી નથી. એ તે એના તાનમાં ચાલ્યો જાય, એની મસ્તીમાં મસ્ત રહે, આંતર વિચારણામાં મગ્ન રહે અને દુનિયાના માનમરતબા, અભિનંદન, પ્રશંસા કે પ્રમાણપત્ર તરફ નિરપેક્ષ રહે. એને વ્યવહાર કે વ્યવસાયની કાંઈ પડેલી હેય નહિ, એને વેધવચા જાળવવાનાં બે હેય, એને અન્યના મત જાણવાની તમન્ના ન હોય, એને દુન્યવી અભિપાળાં મૂલ્ય ન હય, એટલે એની નજરમાં રાજા મહારાજા, શેઠીયા કે હક તરફના કે તેમના સંબંધીના વિચાર જ ન હોય, એની એને તમા ન હોય, એના તરફ એને ખ્યાલ પણ ન હોય, અને તેઓ પિતાને નવાજશે કે ભેટશે એવી કોઈ પ્રકારની આકાંક્ષા કે અપેક્ષા એને ન હોય. એને જંગલમાં ફરતાં ભય ન હોય. એને નીરસ ભજન કરતાં ક્ષોભ ન હોય. એને પિતાના વિકાસ સંબંધી જ વિચારણું અંદરખાનેથી નિરંતર ચાલ્યા કરતી હોય, ત્યાં પુલ્યવાનંદ, શરીર વિભૂષા, ઈદ્રિયને વિષય તરફ આકર્ષણ કે સાંસારિક માન, સ્નેહ, દંભ કે ગૂંચવણનું એનામાં તત્ત્વ કે એને અંશ પણ ન હોય..
: આવા અધ્યાત્મના રંગમાં રંગાયેલા સાચા અધ્યામીઓ પોતાના આત્માને વિકાસ સાધે છે, ઉત્તરોત્તર આગળ વધતા જાય છે અને નિરપેક્ષભાવે દુનિયાને આદર્શ દાખલો આપતા જાય છે. એના ઉચ્ચ વ્યવહાર, વિશુદ્ધ વ્યવસાય અને આદર્શ જીવન અનુકરણીય બને છે. આવા અધ્યાત્મને વારંવાર અભ્યાસ કરે, ફરી ફરીને તેની ભાવના કરવી તેને ઊંડો ભાવ વિચાર અને પિતામાં તેને સ્પર્શ થયે