________________
[૬૮]
ધર્મ શલા
કેમ છે અને પરિવાથી યમરાજ કાંઈ છેડી દે છે ? એ ગરીબ કે ગભરું જાણીને કોઇને જતો કરનાર છે ? એણે નમનારને કે ડરનારને હાવરા બનનારને કે પગે પડનારને કાઇને છોડ્યા છે ? એ કે એવું બને એવી જરાં પણ આશા છે ? ત્યારે નકામા મરણના નામથી ડરીને દુબળા શું કામ થવું?
હા, મરણથી ડરવું નહિ એ જેટલું જરૂરી છે, તેટલું જ મરણ ઈશ્વવું નહિ એ પણ જરૂરી છે. મરવાની ઇચ્છા શા માટે કરવી ? ત્યાં કઈ જગ્યાએ તમારા માટે છત્રીપલંગ ઢાળી રાખ્યા છે ? અને કયે સ્થાને તમારી રાહ જોઇને તમારું આતિથ્ય કરનાર ખડે પગે ઊભા છે ? અહીં જે પાઠ મળ્યો હોય તે બરાબર ભજવ અને યમરાજ આવે ત્યારે આનંદપૂર્વક વગર વાંધાઓ, વગર સંકેચે ચાલ્યા જવું, બાકી અહીંથી ફૂટકો થાય તે આ બલામાંથી છૂટીએ એવું કદી ઈચ્છવું નહિ. અને જવું કહે છે માટે હમેશાં તેને માટે તૈયાર રહેવું. અહીંના હિસાબો એવી રીતે ગોઠવવા કે જતી વખતે ડચકા ખાવા ન પડે. કેમે કરીને જીવ ન જાય એવો અહીને અધ્યાસ ન થઈ જ જોઈએઆ બાણ વાત ધ્યાનમાં રહે-મરણથી ડરવું નહિ, મરણ ઇચ્છવું નહિ અને મરણ માટે તૈયાર રહેવું, તે મરણને આખે ડખ નીકળી જાય અને મરણને ભય નીકળી જાય એટલે બાજી અરધોઅરધ જીતી જવાય છે.
બાકી જમરાજ વગર જન્મેલાને ગ્રહણ કરતું નથી. નામ તેને નાશ થાય છે, પણ એવું કરવામાં આવે કે જન્મને ફેરે જ મટી કે અળસાઈ જાય તે પછી જમરાજનું કાંઈ ચાલે નહિ. ત્યારે જમરાજા ઉપર વિજય મેળવવો હોય, એને ડારામાંથી મુક્તિ મેળવવી હોય, એના અધિકારની બહાર જવું હોય તે એક રસ્તો છેઃ એવી પ્રવૃત્તિ કરવી કે ફરી વાર જન્મમરણના ફેરામાં જ આવવાનું ન થાય, આ નવ જન્મ જ ન આવે તે જમરાજના સપાટામાંથી