________________
ધર્મ કૌશલ્ય
' , (૩૨)
... , ધર્મને ઉપદેશ આપનાર હોય અથવા વયમાં વૃદ્ધ . હેય અથવા ઘણુ મોય વિદ્વાન હેય અથવા : ધર્મશારામાં ખૂબ પ્રવીણ હેય. આમાંના કેઈ. પણ પ્રકારના માણસે વારંવાર સેવવા યોગ્ય છે.'
જેના સહવાસમાં આવવાનું વધારે બને તેના જેવા મનુષ્ય થાય છે. હલકાની સબતે એ ઢીલો પડી જાય છે અને અને વર્તનની બાબતમાં તળિયે બેસે છે. સારા વાતાવરણમાં એને વિચાર પણ સારા આવે છે. પ્રવૃત્તિનું મૂળ વિચારવાતાવરણ પર બહુધા રહે છે. કોઈ પણ કાર્ય પ્રથમ વિચારમાં જ ઉદ્દભવ લે છે, પછી કાર્યમાં એ છેવટે અવસાન પામે છે; માટે સત્સંગ બહુ મોટી વાત છે, સીધી અસર કરનાર તત્વ છે. અને ચીવટ રાખી અનુસરવા યોગ્ય ગુણપ્રાપ્તિ માટેનું પ્રબળ નિમિત્ત છે. એક માબાપના બે પુત્ર હોય તેમાં સબતને યોગે એક મહત્તાના શિખરે ચઢે છે, બીજે દુવ્યસન, રખડપાટ અને નીચતાને દાખલો બને છે. પોપટનાં બે બચ્ચાં-એક સંતના મઠને દરવાજે અને બીજુ ચરની પલ્લીને દરવાજે પાંજરામાં પડેલ. તે સોબતને વેગે બેલવામાં ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવે બેસી જાય એમાં સેબત જે કારણભૂત છે એ વાત ઊઘાડી છે, પ્રત્યક્ષ અનુભવે દેખી શકાય તેવી છે અને સોબતનાં પરિણમે દરરેજનાં જીવનમાં ભાત પડે તેવી છે. * એક કવિરાજે સજનસંગને મહિમા ગાતાં કહી દીધું છે કે
સંત-સજનને સંગ બુદ્ધિને વધારે કરે છે, લક્ષ્મીને વધારે કરે છે, વ્યવહારદક્ષપણું આપે છે, શ્રેયને પલવિત કરે છે, પાપને દળી નાખે છે, ઉન્નતિની સાથે મેળ સાધી આપે છે, વિજ્ઞાનનું પરિશાધન કરી આપે છે, કળાકૌશલ્યમાં વધારે કરે છે. સંતની સંગત છે - નથી આnતી? '