________________
ધર્મ કૌભા [ બ.
. (ર) ચંદનને બાજે વહન કરનાર ગધેડે ભાર ને જાણે છે, પણ ચંદનને જાણતા નથીતે પ્રમાણે ઘણું શાસને ભણેલા પુરુષે બે કિયા રહિત હોય તે તે ગધેડાની માફક શાસ્ત્રના ભારને વહન કરનાર થાય છે
બહુ મોટી મોટી વાત કરે, પંડિતાઇનું ઘમંડ રાખે, વ્યાખ્યાન કરે તે સભાને છક કરી દે, પણ વર્તન કરવાનો વખત આવે ત્યારે ગળિયો બળદ થઈ જાય, આળસુ બનીને થાક્યો દેખાય, કર તો મત વગર ઉપર ઉપરને ડોળ કરે, પણ અંદર કોરો ધાકોર હેય. '
અથવા વાત કરે પ્રમાણિકપણુની, અને સામાનું ગળું કરતાં જેના દિલમાં જરા સરખી અરેરાટી પણ ન થાય; અથવા વાત કરે નમ્રતા, સ્થિરતા કે આજીવની, અને વાત કરવા બેસે ત્યારે સામાના છતા અછતા દુર્ગુણની, તેની ગેરહાજરીમાં, નિંદા કરતાં કે તેના અવર્ણવાલ બેલતાં એની જીભ પર જરા સરખું ચેકડું ય ન લાગે; અથવા સા, શીલ, વ્યા કે સજજનતા પર ભાષણ આપીને નીચે ઊતરતાં જ કોઈને ગાળ આપતાં, તુચ્છકાર સાથે હુકમ કરતાં, તોછડાઈથી સામાને તોલ પાડતાં કે પોતાની મહત્તા બતાવતાં, પિતાની નરમાશ બતાવવાને દાવે કરતાં જેના દિલમાં અરેસટી પણું ન થાય.
આવા પુરુષો દુનિયામાં નકામો જ્ઞાનને બેજે ઉપાડે છે, ભાર ઢારીને હેરાન થાય છે, બેટ દાખલો બેસાડી બીજાને પતિત થવાને માર્ગ સરલ કરી આપે છે અને જાતે નિર્વસ થઈ, તીવ્ર કર્મ બાંધી, ગળે પથ્થર વીંટી, મહાન ભવસમુદ્રમાં ઊંડા ડૂબી જાય છે; એવા