________________
[૪૮]
થઈ શકય
A
તેટલા ધનના ઢગલા કરવા, ગોટા વાળવા, કાળાં બજાર કરવાં, અને મૃત્યુ આવે ત્યારે સર્વ અહીં મૂકી હાલ જુગારીની જેમ ચાલ્યા જવું કે કાંઈ પરને માટે કરી જવું, કાંઈ પિતાની જાતને વિસરી જવી, કોઈ નિસ્વાર્થ ભાવે સમર્પણ દષ્ટિએ કરવું કે આપવું. સવાર્થ અને પરમાર્થના, પિટી ભરવાના અને કોથળી ઉધાડી મૂકવાના, ખૂબ ખાવાના મુwળ ખવરાવવાના રસ્તા દુનિયામાં વેરાયેલા પબા છે. બાકી તે “કાકા ! માંધાતા જેવા મેટા રાજાએ ગયા, તેની સાથે પૃથ્વી નથી ગઈ પણ તમારી સાથે તે જરૂર આવશે !” આવા કુમાર ભેજના ઉદ્ગારોને સમજવાની જરૂર છે. નંદરાજની સેનાની ડુંગરી પણ અંતે અહીં જ રહી ગઈ અને છ- ખંડને રાડ પડાવનારા પણ અંતે રસ્તે પડી ગયા, જીવન હારી ગયા અને હાથ ઘસતા ઠેકાણે પડી ગયા. એવા મનુષ્ય જીવતા ય ત્યારે તેને ગમે નહિ, મરી ગયા પછી એને કોઈ યાદ કરે નહિ અને સંસારના ચકરાવામાં તણાઈ ફસડાઈ જાય. ભામાશા, પેથડશા પણ ગયા અને ધવલ શેઠ પણ ગયે. પણ ઉપકારી શેઠોનાં નામ ઉચ્ચારતાં મનમાં શાંતિ થાય છે. કલમમાં જેમ આવે છે, એમના જીવનની મીઠી ફોરમ વરસો પછી પણ આહૂલાદ ઉપજાવે છે. એનું નામ જીવન કહેવાય, એનું નામ વિકાસ કહેવાય, એનું નામ પ્રગતિપંથ કહેવાય. જગતને વલ્લભ થવાના લહાવા લેવા જેવું છે, એની શાંતિ ઓર છે, એની તમન્ના અદભુત છે, એવું જીવન ઈચ્છનીય છે, સફળ છે, વ્યાપક છે, ઇષ્ટ છે, સ્પ્રહણીય છે.
मनस्य सर्वस्य समीहिलानि, कार्याणि कुर्वनुपकास्कारी। स्वार्थे प्रमादी प्रगुणः परार्थे, म कस्य कस्येह स वल्लभोऽभूत् ।।
BENEL