________________
ધર્મ કૌશલ્ય
[૩]
ધર્મનું વ્યાખ્યાન ચાલતું હોય તે વખતે જે બુદ્ધિ થાય, સ્મશાનમાં બળતી ચિતાની છાયા વખતે જે વૈરાગ્ય બુદ્ધિ પિવાય, વ્યાધિવાળા રેગીને મંદવાડ દરમ્યાન ત્યાગની જે બુદ્ધિ થાય, તે જે નિશ્ચલ હેયપાકી હોય તે બંધનથી મુક્ત કેણ ન થઈ જાય?
શુદ્ધ ત્યાગી, હદયથી બેલનાર, ખરેખરા અભ્યાસી અને જેના વિચાર, વાણી અને વર્તનમાં ત્યાગભાવ રમી રહેલ હોય તેવા વક્તા સંતપુરુષ સાદી મીઠી ભાષામાં ધર્મનું રહસ્ય સમજાવતા હોય, પ્રભાતને ઊગતે પહેર હેય, ગજસુકમાળ અને કરકંડુ જેવાના દાખલા આપે જતા હોય અને શ્રોતા વૈરાગ્યના રસમાં તરબળ હોય ત્યારે કેવી બુદ્ધિ થાય ? એ નંદરાજાની સેનાની ડુંગરીની વાત કરે, એ મુંજ. જેવા મોટા રાજાને ભિખ માંગતે બનાવે, એ દીપાયન ઋષિએ કરેલ દ્વારકાદહનની વાત કરે કે એ સ્થૂલિભદ્રને ત્યાગ વર્ણવે ત્યારે કેવી બુદ્ધિ થાય? વિષયસુખ કેવાં લાગેકષાયપરિણતિ પર કેવી ચીઢ ચડે ? સ્વપરની કેવી ઓળખાણ થાય?
અથવા સ્મશાનમાં ભાઈની, પુત્રની, સ્ત્રીની, મિત્રની કે સંબંધીની “એ” બળતી હેય, સાચા સંવેગી લૌકિકે આવનાર વધારે
ખાના દાખલા આપી ધીરજ આપતા હોય, અને સર્વને મરવું. ચક્કસ છે અને આ જમાવેલ સૃષ્ટિ આખી અહીં ને અહીં રહી જવાની છે અને સાથે એક નાળિયેર કે એક સુતરનો દે રે કે સોનાની વીંટી પણ આવનાર નથી એવી વાતનું વાતાવરણ જામ્યું હોય ત્યારે પિતાના મનમાં કેવી બુદ્ધિ થાય? કે વિચાર ઘોળાય રે ૧૦૪–૧૦૫