________________
ધ કૌશલ્ય
[
]
- (૧૧) વૈભવ હેય તે દેવું, ભેગવવું, સંઘરે ન કરે. જુઓને ! મધમાખીઓને કરેલ છે
સંચય અને બીજા હરણ કરી લઈ જાય છે. - સા ભેગા કરવાનો ખરી રીતે કોઈ અર્થ નથી. હેય ત્યારે જોગવવું અને દેવું, પિતાનો હાથ ઠાર અને અન્યને ઉપકાર નીચે રાખવા. એક પ્રસંગે જણાવ્યું છે કે-ખવરાવ્યું તે ખરું ખાધું અને ખાધું તે ખયું. બીજે દિવસે સવારે જંગલ જાય ત્યારે ખાધેલ તે ખલાસ થઈ જાય છે, પણ આપેલ દાન વાવણની પેઠે એક દાણામાંથી સેંકડો ઉપજાવે છે અને તેની પરંપરા ચાલતાં ઉત્તરોત્તર વધારે જ થતા જાય છે. અને સંધરો કરી કરીને કેટલો કરે ? કયાં સુધી ચાલે ? અને જ્યારે એ સંધરે જવા બેસે છે ત્યારે પણ કરી ચાલ્યો જાય છે અને એની આડા ગમે તેટલા હાથ દેવામાં આવે તે પણ એ જરૂર રસ્તે પડી જાય છે. અને પરાધીનતા થયા પછી ડહાપણુ આવે તેની કાંઈ કીમત નથી. માખીઓ ફૂલે ફૂલે બેસી મધ એકઠું કરે છે, પિતે ખાતી નથી, કોઈને ખવરાવતી નથી, પિતાનાં બચ્ચાંને પણ ટળાવે છે, પણ એક દિવસ મધપૂડા નીચે ધૂમાડે થાય, ત્યારે સર્વ મૂકીને હારેલા જુગારીની માફક હાલી નીકળવું પડે છે. વેપારમાં ગમે તેમ એકઠાં કરેલાં નાણાં એક ખટે વેપાર થતાં વેરણછેરણ થઈ જાય છે અને બીજો તમારો લાગતાં માણસ કડભર થઈ જાય છે. એટલા માટે સંઘરવાને કોઈ અર્થ નથી, સંધરે કરનાર તે ચોકીદાર ભયે છે, તિજોરીને ક્ષક પહેરેગીર છે, પારકા માટે એકઠું કરનાર કરવૈયો કે ટ્રસ્ટી છે. .
એટલા માટે વૈભવ હેય તે આપ, ખૂબ દાન કરે, એ. પાત્રને શોધી તેમાં ઠાલવતા જાઓ, વ્યવસ્થિત સંસ્થાને પલવિત