________________
[૧૦ ]
ધર્મ કૌશલ્ય અથવા તે એના ઉપર ચેકી કરીને આખી જિંદગી એની તાપણી તાયા કરે, ભયાની જેમ એની ચોકી કર્યા કરે અને મત આપે ત્યારે કોઈ પારકાને આપી ઊઘાડે હાથે ચાલ્યા જવાનું થાય. આ પૈસા પારકાના થયા અને પારકાના રહ્યા. ખાધું કે ખવરાવ્યું નહિ, પેટ બાળ્યું, છોકરાઓને દુભવ્યા અને અંતે આખી રાજધાની કે સંસ અહીં મૂકી ચાલ્યા જવું એ પારકાના દોરડા-જેતર ખેંચવાનું જ કાર્ય છે.
અને ખરી વાત તે એ છે કે માણસને ખાધે ખૂટતું નથી, અને દે તેના કરતાં વધારે સુરતમાં મળે છે. પણ મુંજી સ્વભાવના માણસે લાંબી નજરે જોઈ શકતા નથી. આપવાની વખતે “શક્તિ નથી. એવા બહાના કાઢે છે, મન નથી, ભાવ નથી, ઈચ્છા નથી–એ વાત ગેપને છે અને કાકાને સપાટ લાગે ત્યારે વાંદરાના હાથમાંથી ગાગરમાંનાં બેર છૂટી જાય તેમ સર્વ છેડી દેવું પડે છે. આવા પારકા પૈસા પર માણસ શા માટે ગાંડેઘેલો થઈ જતું હશે ? હેાય ત્યારે લહાવે શા માટે નહિ લેતે હેય ? પારકાને માટે વલખાં શું કામ ભારત હશે ? આ સર્વ કોયડા છે. પૈસાનું આખું તત્વજ્ઞાન ઊંધી ખેપર્સ પર-વિચારશૂન્યતા પર-દીર્ધદષ્ટિના અલ્પભાવ પર રચાયેલું છે. તે જે જાણે વિચારે, વિસ્તારે, તે અંતે ફાવે.
यद्ददासि विशिष्टेभ्यो यच्चाश्नासि दिन दिने । तत्ते वित्तमहं मन्ये शेषमन्यस्य रमसि ॥
. ભગવાન વ્યાસ