SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કૌશલ્ય [૧૧ } (૬) આશા નામની એક ભારે આશ્ચર્યકારક બેઠી છે. એનાથી બંધાયેલા માણસે દોડાદોડ કરે છે અને એનાથી મુકત થયેલા માણસો પાંસળાની જેમ સ્થિર થઈ જાય છે. માણસને સજ્જન થવા માટે, ગૃહસ્થ ગણવા માટે બાર ગુણેને આશ્રય કરવાની ખાસ જરૂર છે. પ્રથમ ગુણ “તૃષ્ણા છેદ' નો ગણવામાં આવ્યો છે. આખી જિંદગીને રિસે તુષ્ણની ન્યૂનાવિક્તા પર રહે છે. એ(4ષ્ણ)ને વશ પડી જાય તે પછી એના હાથમાં લાખે આવે તે એને કરેડ કરવાની ઈચ્છા થાય છે અને કરોડે છપ્પન ઉપર ભેરી વગાડવાના મરથ થાય છે. આશાનું માપ નથી, છેડે નથી, અંત નથી. એ તો જેમ ફાવતી જાય તેમ વધતી જાય છે. આકાશને છેડે આવે તો એને છેડે આવે, જે ભિખારીને આજે પચીશ રૂપીઆ મળે તે લીલાલહેર થઈ જાય છે તે એક વાર નવાણુને ધક્કે ચઢે તે પછી એને હજારે અને લાખે લેખાં કરતાં પણ સમધારણા થતી નથી અને ગમે તેટલો વધારે થાય તે પણ એને તારા કરીને બેસવાનો વખત આવતું નથી. | ગમે તેટલા પરદેશ વેઠાવે, રાત દહાડે જપ વાળી બેસવા ન દે, અકાળે સફાળો જગાડે, સ્નેહ સંબંધ કે સગપણને વિસરાવે, એક માને જણા સગા ભાઈઓમાં વૈર કરાવે અને નજીવી બાબતમાં ધર્મના સેગન ખવરાવે એવી એ તૃષ્ણ બાઈ છે. એમાં આડાં ઊભાં ચક્કરને આરે ચઢનાર પ્રાણી લખચોરાસીમાં ઘસડાઈ જાય છે અને પોતાની જાતને ભૂલી જાય છે. માણસની વય વધતી. જેય, શરીરમાં શિથિલતા આવે, હાથપગ કામ ઓછું આપે ત્યારે તેણું
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy