________________
[૧૦].
ધર્મ કૌશલ્ય ઉપાધિ થાય છે, જેને જાળવવામાં મહા આર્તધ્યાન થાય છે, જે સગા ભાઈઓમાં વિરોધ કરાવે છે અને જેના સંસર્ગને પરિણામે સંભાળ ન રાખી હેય તે અનેક દુર્ગણે ઘર કરી બેસે છે-તેવી સંપત્તિ મળી જાય તે તેમાં હરખ શું કરે ? એમાં ગર્વ છે કરે? એમાં છાતી કાઢીને કેવું ચાલવું ? અને સંગિતનાં ફળ તરીકે આફત આવે, ગરીબાઈ આવે, તંદુરસ્તી ખલાસ થઈ જાય કે યાવત એકને. એક પુત્ર ચાલ્યા જાય છે તેમાં દુઃખ શેનું માનવું એ તે કર્મ જોગવી હળવા થવાને ભાગે છે અને અનુકૂળતાએ ભગવાઈ જાય તે તેટલા પૂરતું દેવામાંથી છૂટી જવાય છે.
જેનું મન સારા કે ખરાબ સંયોગમાં એકસરખું રહે, જે માટે હેય તે મલકાઈ ન જાય, જેને નસીબે દાસ્યભાવે ઝાડુ કાઢવાનું આવે તે દીન દુઃખી ન થઈ જાય, જેને દેલત હાથી પર ન ચઢાવે, જેને દીનતા માયકાંગલે ન બનાવે–એ મહાપુરુષ છે, ખરે જાતવાન સજજન પુરુષ છે, વ્યવહારમાં વસતા સાચે ભેગી છે, દાખલો લેવા લાયક સંત છે અને એવા પુરુષને પગલે ચાલવાથી કે એને દાખલો લેવાથી જીવન સફળ થાય છે. સાચા મહાપુરુષની બલિહારી છે ! બાકી પૈસા મળવાથી મહાપુરુષ થવાય છે એ ભ્રમ છે. મહત્તા મહાન ગુણ છે અને તેને પ્રાપ્ત કરવાની ચાવી અહીં સાંપડે છે.
सम्पत्तौ विस्मिता नैव, विपत्तो नैव दुःखिताः। महतां लक्षणं वेतन तु द्रव्यसमागमात् ॥
તામૃત ૧૭૧