________________
[૨૦૦ ]
ધર્મ કૌશલ્ય અને મૂળ આશા તે નિરંતર વધતી જાય છે. આકાશ કેટલા ફૂટ લાંબુ છે અને કેટલું પહેલું છે તેનું જે કઈ માપ કરી શકે તે ઈચ્છાનું માપ થાય, પણ તે શક્ય નથી એટલે આશા-તૃષ્ણને આકાશ સાથે સરખાવવામાં આવેલ છે. આકાશનું માપ શકય હોય તો તૃષ્ણ અથવા ઈચ્છાનું માપ શક્ય છે. આકાશને ભાપી ન શકાય તે તૃષ્ણને માપી " ન જ શકાય, આવો અભિપ્રાય વિદ્વાનને છે. તેઓ જણાવે છે કે તૃષ્ણની ખાતર પિતાને તપ કે પિતાનું જ્ઞાન જે ખેઈ બેસે છે તે મૂર્ખ છે, અને કાગડાને ઉડાડવા માટે ચિંતામણિરનને ઉપયોગ કરનાર જેવા છે. પણ જેને કાંઈ જોઈતું નથી, જેની જરૂરિયાત મર્યાદિત છે તે ખરા ધનવાળા છે, તેને વારંવાર નમન કરવામાં આવે તો તે ગ્ય છે, તેના ગુણે દેવલોકમાં પણ ગવાય છે અને તે ખરા તાલેવંત છે. એટલે પિતાની ઈચ્છાઓને મર્યાદિત કરવી એ અતિ મહત્વનું કામ છે, અને તે જ ખરેખરા ધનવાળા છે એમ સમજવું. જે માણસો પિતાની જાતને થેડાં વીઘાં જમીન અથવા રેકડથી પૈસાદાર માને છે તે આ દષ્ટિએ વિચારતાં થાપ ખાતાં માલુમ પડે છે; તાલેવંતપણું ડી વસ્તુ, ફરનીચર કે જમીન અથવા રેકડમાં નથી, પણ તેના ત્યાગમાં છે. મારે કાંઈ જોઈએ નહિ એ એને મુદ્રાલેખ હેય છે.
ધર્મિષ્ટ માણસની જરૂરિયાત ઘણી રીતે મર્યાક્તિ હોય છે, અને એવા જ માણસ સાચા ધર્મપ્રિય હોઈ શકે છે. જો કે વ્યાખ્યાનમાં એનું સ્થાન છેલ્લું હોય છે તેથી તે ગભરાય નહિ, પણ પિતાને કાંઈ જોતું નથી એવા નિજાનંદને તે સાચી રીતે ધનવાન હોવાપણું માને અને તે જ સત્ય છે.
Wealth consists not : in having great possessions, but in having few wants.
EPICURUS