________________
[ ૧૯૮]
ધર્મ શલ્ય પણ એણે ધ્યાન રાખવું ઘટે કે ધન તે સાધન માત્ર છે, એનાથી ખરું જીવનસુખ કે આંતરિક આનંદ માણી ન શકાય. ધન ઉપર ઉપરની સાહ્યબી ખરીદી શકે, પણ એના એકલાથી હાશ કરવાને વારે ન આવે. ધન નોકર ખરીદી કે રાખી શકે. પણ આંતરતેજ કે ચારિત્ર વગર નાકરે પાસ્થી નિમકહલાલી એ ન મેળવી શકે. અને ધનથી ખોરાકી મળે, પણ પિતે રોગી થઈ જાય, અન્ન પર અરુચિ થાય તો ધન રુચિ ન ખરીદી શકે. ધનવાન પાસે અનેક સગાં થતાં આવે, ધનવાનના સાળા થવા કઈક આવે, પણ એને જીગરનો દસ્ત માત્ર ધનના જોરે ન મળે. ધનના જોરથી એ વરઘોડા ચઢાવે, પણ સુખશાંતિનું સ્વપ્ન એને ધનને જોરમાત્રથી ન મળે.
માટે ધનને માત્ર જીવનનું ધ્યેય ન માનવું. ધનમાં ઐહિક સગવડ ખરીદવાની તાકાત હોય છે, પણ આંતરિક આનંદ, આત્માને આનંદ, આત્મિક એકરૂપતા, નિર્વિકારે ચિપતા, અનંત આનંદધન ન લાવી શકે. ધન સાથે ચારિત્ર હેય, ધન સાથે પ્રવીણતા હોય, ધન સાથે અંતસિક્તા હેય, ધન સાથે સદ્ગણનો સંચય હેાય તે જુદી વાત છે. માત્ર “ધન ધન' કરી ધનના રાગડા તાણવા અને ધન ખાતર ગમે તેવાં ભવાડાં થવા દેવા એમાં વેપારની કુશળતા નથી. ધન સાથે આંતરવિકાસ અને સદ્ગણની આંતરસમૃદ્ધિ જમાવવી એ ખૂબ અગત્યની બાબત છે. કુશળ વેપારી માત્ર ધૂળમાં રાચી ન જાય. એ અંતરને પણ કેળવે.
Money can buy the husk of many things, but not the kernel, It brings you food, but not appetite, medicine but not healtb, acquaintances but not friends, servants but not faithfulness, days of joy but not peace or happiness. -Henrik Ibsen