________________
[૧૫૨ ] ધર્મ કૌશલ્ય તે તેવા માણસે જરૂર મળે અને આપણને પ્રસંગે પ્રાપ્ત થાય તે તેના સાચા સાનિધ્યમાં રહેવું તેમાં આપણું કામ થઈ જાય. અને શોધખોળ કરવામાં તે આપણુ દાનત સાફ જોઈએ. એટલે વાત એમ છે કે શેધખોળ કરી તેવા માણસોને શોધી કાઢવા અને તે જ ખરા લાયક મોટા માણસ છે એમ સમજવું. પ્રથમ તે આવા માણસો મળવા મુશ્કેલ લાગશે પણ તેવા માણસે જરૂર મળી આવશે. તેમને શોધી કાઢવામાં બહાદુરી છે પણ એમને શોધવા તે જરૂર પડે. કુશળ માણસ ધર્મદષ્ટિએ આવા ખરા મોટા માણસોને શોધવા પ્રયત્ન કરે, એમને શોધવામાં મહત્તા છે, એમને ઓળખવા એમાં જીવનસાફલ્ય અને એમની સાનિધ્યમાં જીવન પસાર કરવું એ બુઝ છે; માટે બનતા સુધી આવા ત્યાગીને શોધવા અને એમની નિશ્રામાં જીવન કાઢવું અને જિંદગીનો લહાવો લે એ બચ્ચાનાં ખેલ નથી એટલું યાદ રાખવું. જીવનને લહાવો લે. મનખા દેહને એળે જવા દેવો નહિ. નહિ તો આ ભવ પણ એક ફેરા સમાન થઈ જશે.
The greatest men of any age are not those who have reached the pionacle of fame or fortune, but those whose hearts were emptied of self-love to become of comfort and encouragement for others.