________________
૧૪૪]
ધર્મશલ્ય વ્યવહારમાં નઝેવું લાગતું કામ પણ એના ધ્યાનમાં બરાબર હેય છે. એ ગટે વાળવામાં માને નહિ, એ કોઈ વાતને કે ઉચ્ચારને નિક ગણે નહિ અને એ પ્રત્યેક વિચારને યોગ્ય માવજત અને મૂલ્ય આપે છે.
આટલી ચેખલીઆ વૃત્તિ રાખવી અને પિતાનાં વાણી, વિચાર કે વર્તન ઉપર સંયમ રાખવો એ મુશ્કેલ કામ છે, પણ જે આ પ્રકારને સંયમ રાખે છે તે વિકાસ સાધી શકે છે, આગળ ધપે જાય છે અને જીવનની સફળતા પ્રાપ્ત કરે છે. ઉડાઉ માણસે મળેલી તકને ગુમાવે છે. પ્રાપ્ત થયેલ અનુકૂળતાને વેડફી નાખે છે અને વિચાર કે વતનના મૂલ્યની ગેરહાજરીમાં મહામૂલ્યવતી તકને જતી કરે છે. સાચો ધર્મપ્રિય માણસ વર્તનના પ્રત્યેક અંગને મૂલવે છે અને મૂલવીને તેમાંથી સારતત્વ સંગ્રહે છે, જમાવે છે અને મેળવેલ પૂંછમાં વધારો કરે છે.
. It is difficult to think and then to act brunt it pays to do so. :
Thoughts of the Grea.