SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કૌશલ્ય [૧૪૧] જાય કે એને ક્ષમા માંગવામાં સંકોચ ન થાય, સામો ક્ષમા યાચે તે તેને સ્વીકાર કરવામાં સંકોચ ન થાય અને ખમવાની અને ખમાવવાની ઘડ બેસી જાય તો તેના દિલમાં સાચો ધર્મ વચ્ચે એમ જાણવું. એ જાણે છે કે પ્રત્યેક મનુષ્ય કર્મને વશ છે, દરેક સંસારી કર્મ આગળ લાચાર છે અને સર્વ મનુષ્ય સ્વભાવને પરવશ છે. એવા પ્રસંગે એ પિતાનું અપમાન ધ્યાન પર પણ ન લે, એ પિતાનાં નુકસાનના માંકડા પણ ન મૂકે, પણ સમતા રાખી શાંતિને પ્રચાર કરે, ઉશ્કેરાલાં વાતાવરણને ઠંડું પાડે અને પિતાનાં મનમાંથી અગવડ કે અપમાનની વાતને દૂર કરે. એને ક્ષમા માગવામાં કે ભૂલને સ્વીકાર કરવામાં સંકોચ ન થાય, સામાને ખુલાસે એ મુક્ત અને સ્વીકારે અને આ રીતે ખમવા અને ખમાવવાના દૈવી ધરણે પોતાનું કાર્ય આગળ ધપાવે જાય. એને ધર્મપ્રિયતા અને કર્મનું સામ્રાજ્ય શું છે તેને પાઠ શીખવ્યા જ કરે અને ખમવામાં મહત્તા છે એ બતાવી આપે, અને પ્રસંગે ખમાવવાનું કારણ આવી પડે તે પિતાનું સ્થાન કે ગૌરવને જરા પણ ખ્યાલ કર્યા વગર એ મૂકી પડે અને વાતને વિસરી જાય. આ ખમવા અને ખમાવવાની રીતિ ભારે આહૂલાદક છે, ખૂબ ગૌસ્વવાળી છે અને માણસને દેવ બનાવે તેવી ભવ્ય છે. પણ એટલી સરળતા, નિમ: ળતા અને વિચારસ્વચ્છતા આવવી મુશ્કેલ છે, દુનિયાના ચાલુ - વહારમાં ચેલાપચેલા કે વકીલની સલાહ પ્રમાણે વ્યવહાર કરનાર તો જરા સરખા માનખંડનને પણ અમે નહિ, ખમવાની સલાહ મેળવી પણ શકે નહિ અને કોઈ એવી સલાહ આપે તે એ ભાઇની નિમલમાં ગણના થાય. ચાલુ સપાટીની ઉપર આવનાર, મન પર ભય કાબૂ વસ્તાર, બામળ પાછળને લાંબી નજર ભવ્ય પ્યારો શાનાર છે
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy