________________
[૨].
ધર્મ કૌશલ્ય
હવે એ જ ધર્મનાં પરિણમેથી આપણે ધર્મને નાશ કરીએ તે આપણુ જેવા સ્વામીદ્રોહી બીજા કોણ કહેવાય ? ધર્મથી લક્ષ્મી મળે અને એ લક્ષ્મીથી નાચમુજરા કે રખડાઉપણું પ્રાપ્ત થાય, લક્ષ્મીને ઉપયોગ જુગાર ખેલવામાં થાય કે આવડતને ઉપગ તકરાર કરવામાં કે અર્થ વગરના ઝઘડા કરવામાં કે નાસ્તિકપણુને પ્રચાર કરવામાં થાય કે બેલવાની ચતુરાઈને ઉપગ વાદવિવાદમાં થાય કે લેખનને. ઉપગ ઝઘડા જણાવવામાં થાય છે તે આપણે માટે સ્વામીદ્રોહ કર્યો કહેવાય. ધર્મથી મળેલાં સાધનોને ઉપયોગ ધર્મનાશ કરવામાં થાયતે બહુ ખેરું કહેવાય. એમાં આપણે શક્કરવાર વળે નહિ અને એ ભાગે આપણે ઉલ્ય થાય નહિ.
સ્વામીદ્રોહ જેવું દુનિયામાં પાપ નથી અને ધર્મેન્દ્રોહ કરીને ઊંયા આવવાની ધારણા જેવી અન્ય મૂર્ખાઈ નથી. ધર્મથી–સદનથી મળેલ અનુકૂળતાને ઉપયોગ સારો થાય તે જ આપણું પ્રગતિ થાય, નહિ તે આપણે ચક્રભ્રમણમાં પડી જઇએ, ખાડામાં ખેંચાઈ જઈએ, અને ઊંડા ઊતરતાં આપણે આરો ન આવે. મળેલ સામગ્રીને ઉપયોગ જમે પાસું વધારવામાં કરે તે જ ધર્મકુશળ પ્રાણું કહેવાય.
-
धर्मादधिगतैश्वर्यों धर्ममेव निहन्ति यः । કર્થ ગુમાથતિ માવી સ સ્વામીદ્રોદાવી ,
( સુભાષિત)