________________
૧૩ર ]
ધર્મ કૌશલ્ય
(૬૦)
ચીવટથી યતન ચાલુ રાખવે મુશ્કેલ છે, છતાં લાભકારી છે
ધર્મપ્રિય માણસ ભૂલ કરે, ગોટાળે ચઢી જાય, પાછો પડે પણું એની માન્યતાની બાબતમાં હિંમત ન હારે, સાધ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પાછો ન હો, પણ ચીવટથી પોતાના મુદ્દાને વળગી રહે અને અંદરખાનેથી જરા પણ મુંઝાયા વગર પોતાનો કાર્યક્રમ ચાલુ રાખે. આ વાતને અને ભૂલ ન કરવાના મુદ્દાને જરા પણ વિરોધ નથી, તે આપણે જોઈએ. '
આત્મ સન્મુખ દષ્ટિવાળા માણસે ત્રાટક સાધવાનું નક્કી કર્યું છે એમ આપણે ધારીએ. ત્રાટક સાધવામાં એક પ્રિયમૂતિને હદયમાં ધારી લેવી અને એના પર એટલી એકાગ્રતા કરવી કે પછી ગમે તે વખતે તે ત્રાટક્યૂર્તિ માનસ ચક્ષુ સમક્ષ ખડી થઈ જાય. આ કાર્ય કામ અને કાયા પર કાબુને પરિણામે સાધી શકાય છે, અને યોગના પ્રથમ પગથિયા જેવી સાદી હકીકત છે. છતાં યોગને માર્ગે ચડેલ પણ પશે ને પડેલ સાધકને એમાં પણ ઘણું મુશ્કેલી પડે છે. એ સાધ્યને જલદી સિદ્ધ કરી શકતા નથી, પણ એ ગભરાયા વગર ત્રાટક સાધવા પ્રયત ચાલુ રાખે છે. આવા પ્રકારની ચીવટ રાખવી એ મુશ્કેલ બાબત છે, સુને આકરી પડે છે, કેટલાક અક્ષરસ્તે કંટાળી જાય છે, પણ જે એ પોતાના પ્રયત્નને વળગી રહે તો અને એને કાર્યસિદ્ધિ વરે છે અને એને પિતાને ખૂબ લાભ થાય છે. એને અંતરાત્મા પ્રસન્ન થાય છે અને વિઝામિ વખત થતા ભવ્ય ગાનને એ પ્રાક અનુભવે છે.
પણ એવા પ્રકારના પ્રયાસો ચાલુ રાખવા એ કપરી વાત છે, વિલના ભયથી પ્રયત્ન આદરે જ નહી એવા ઘણાખરા લેય છે, કામ,