________________
[ ૧૧૯ ] દુન્યવી સાધકો જ્યારે કોઈ વખત છબરડો વાળી નાખે છે અને દુનિયાની નજરે હળવા બની જાય છે ત્યારે ભારે વિમાસણમાં પડી જાય છે. એને માનશિખર ઉપરથી નીચે ઊતરવું પાલવતું નથી અને કરેલ ક્ષતિને પશ્ચાત્તાપ કરવો ગમતું નથી. એ નવે નામે શરૂઆત કરતા નથી અને પિતાને સાચો ખોટો બચાવ કરવામાં જિંદગી વેડફી નાખે છે.
પાછા પડેલાને, બાઇ હારેલાને, ધર્મ હારી બેઠેલાને, મહાન પાપને ભોગ બનેલાને પ્રાયશ્ચિત્ત કરવું ગમતું નથી, નવે નામે શરૂ કરવું સૂઝતું નથી અને ફરી વખત બાજી રમવામાં પિતાની આબરૂને થત હૂસ સ્વીકારો ગમતો નથી. આ વાત અનુચિત છે. જેને જેને પ્રતિક્રમણ કહે છે તે કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત અને ભવિષ્યમાં ન કરવાને નિર્ણય બતાવે છે, એમ કરી જાહેરમાં પાપને સ્વીકાર કરે એ ઘણી મુશ્કેલ બાબત છે, પણ જે માણસ ભ્રષ્ટ થઈ ગયા પછી પણ માગનુસારીપણુથી શરૂઆત કરે છે તે જરૂર આગળ વધે છે અને તેમ કરનાર અંતે પિતાને વિકાસ સાધે છે. પાછા હઠી નવી શરૂઆત કરવી એ પાક વિચારનું પરિણામ છે, આત્મજીવનને પામે છે, ઉચ્ચગ્રાહની સીડીએ ચઢવાને ઉકેટ માર્ગ છે અને પ્રશંસનીય ગુણપ્રાપ્તિનું દાર છે. સાચો ધમી મનુષ્ય પોતાનું આ સ્થાન બરાબર સમજી તેને સ્વીકારી લે.
begin over again, but it
: It's diffiicutt to pays to do so.
Thoughts of the Great.