________________
ધર્મ કૌશલ્ય [૧૧૧]
( ૧૦ ) ધર્મનું મુદ્દામ સ્વરૂપ–સ્પષ્ટ રહસ્ય સાંભળે, સાંભળીને એની મનમાં ધારણ કરી લે તે આ છે – પિતાને જે અનુકૂળ ન થાય કે ન લાગે તેવી બાબત પારકાના સંબંધમાં આચરવી નહિ,
મુદ્દાસર લખનારા પ્રાસાદિક લેખકે, મહાન સાહિત્યિકો અને ઓજસ્વી સાક્ષર સૂત્ર જેવી વાણી બોલે છે, એ અનેક વાતને એક નાનકડા સૂત્રમાં એવી સરસ રીતે વર્ણ દે છે કે એને જેમ જેમ વિચારવામાં આવે તેમ તેમ એમાંથી મહાન રહસ્યો તારવી શકાય. અનુભવી લેખકો આવા સૂત્ર વચન જનતા પાસે રજૂ કરે તે ત્રિકાલાબાધિત સત્ય હોય છે અને દરેક યુગે એનાં ઓવારે પાણી પીધેલ હાય, છતાં દરેક યુગમાં એમાંથી નવાં નવાં સત્ય નીતરતાં રહે છે, એક શબ્દ ઓછો લખાય અને છતાં પિતાને આશય બતાવી શકાય તે પુત્રજન્મ જેવો એ કાળના લેખકોને આનંદ થતો હતો.
આવા સૂત્ર-સિદ્ધાંત જેવી વાત અત્રે રજૂ થાય છે. લેખકને ધર્મનું રહસ્ય બતાવવું છે, અને ધર્મનું રહસ્ય લખવા વિદ્વાન બેસે તે આખી જિંદગી પૂરી થઈ જાય અને હજારો લાખો પાનાં ભરાય. આ લેખકે ધર્મનું રહસ્ય અરધા એકમાં ભરી દીધું અને તેમ કરીને એમણે પિતાને ખરે લેખનસંયમ દાખવ્યો છે. એ લેખક કહે છે કે સર્વ ધર્મને સાર સાંભળી લો અને સાંભળીને એને તમારા હૃદયમાં અવધારે; એને હેલ્મમાં પોનું સ્થાન આપી દે. તમે અનેક પ્રકારનાં ફાંફાં મારશો અને મંદિરે મંદિરે આંટા ખાશો કે પથ્થર એટલા દેવ કરશે કે અનેક પ્રકારના ભેગો કરશે, તેમાં તમારું ઠેકાણું પડે કે ન