________________
[૧૮] ધર્મ કૌશલ્ય
(૪૯). વિદ્યાપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિને અને માણસે વિચાર કરે કે પિતે કદી ઘરડ થવાનો નથી કે કદી મરવાને નથી; અને જમદેવે એટલી પકડેલ છે એ વિચાર ધર્માચરણ પર કરે.
બહુ સાદો લાગતો અને સંસ્કૃતના અભ્યાસીએ અનેક વાર સાંભળેલો આ સુભાષિત ક ખૂબ રહસ્યથી ભરેલો છે. એની વિચારણા કરતાં અનેક પ્રકારની ગૂંચવણને નિકાલ થઈ જાય તેમ છે અને જીવનમાર્ગ સરળ થાય તેવી તે વિચાણુના ગર્ભમાં મહત્તા છે. કેઈ પ્રાસાદિક અનુભવીએ પોતાના જીવન–અનુભવને એમાં નીચેડ કોલ્યો છે અને એ અનુભવની પ્રસાદી લેવામાં ખૂબ આનંદ થાય તેવું તારતવ્ય શોધી કાઢ્યું છે.
નિશાળમાં ભણવા જાય કે કૉલેજમાં આંટા ખાય તે વખતે માણસ વિચાર કરે કે-“ભણનાર પણ અતે મરે છે, ન ભણનારો પણ આખરે તો એ જ રસ્તે જાય છે અને જરૂર મરણ પામે છે, તે પછી ભણવાનો માથાકુટ શા માટે કરવી ? આ વિચાર ખોટ છે, લાંબી નજરની ગેરહાજરી બતાવનાર છે અને પ્રગતિને રેધક છે. જ્ઞાન તે દીવો છે, જાગતી જ્યોત છે, આંતરચક્ષુઓ ઉઘાડનાર છે. દિવ્ય ભાગને દર્શન કરાવનાર છે અને અંધારી રાતના બાર વાગ્યાને હંકારે છે. -જ્ઞાની સમજી વિચારક મરે તો યે નામ રાખે અને જે તે યે એનાં આંતરપ્રવાહ અનેરા હેય. અજ્ઞાની અભણે માણસની એની સાથે સરખામણી પણ ન થાય. અને ધન કમાવા માણસ પ્રયાસ કરે ત્યારે જે આડોઅવળો વિચાર કરે તે તે એ કોરે ચઢી જાય. એણે તે એક જ વિચાર કરી રહ્યો કે પોતે શરીરે અપંગ થવાનો નથી,