SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ '. . 3 ' + : : * * 2 . *, સૂર્ય ઊગે છે અને આથમે છે અને એમ દરજ જીવન ક્ષય પાસ જાય છે, અનેક જાતના ભારે વેપારેના ધસારામાં કાળ કેટલે ગયો તે જણાતું નથી, ચારે બાજુ જન્મ, પણઆફત, મરણ લેવામાં આવે છે છતાં તેને ત્રાસ થતું નથી. ખરેખરમોહરૂપ દારૂ પીને જગત ગાંડું ઘેલું થઈ ગયું હોય એમ લાગે છે. જરા બહારના ચહ્યું અને અંતરના ચક્ષુ ખેલીને જે. તું ક્યાં ચાલ્યો જાય છે ?. જ્યાં તણાતો જાય છે ? કેવાં ઠેબાં ખાય છે ? કે પડતા આખડતો ગોથાં ખાય છે ? અને છત્તા જરા વિચાર પણ કરો નથી કે આ તારી આસપાસ, તારા પગ નીચે, તારાં અંતરમાં શું ચાલી રહ્યું છે? અરે ભાઈ ! તું તે ગાંડા થઈ ગયા છે કે તારૂના ઘેનમાં પડી લથડી ખાય છે કે સાવ શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠે છે કે આ તે તને શું થયું છે ? જે, તારી આસપાસ બનતા બનાવોનું જસ પૃથકકરણ કરે અને પછી તારાં વર્તનને તેની સાથે મેળ મેળવ. તને તરત દેખાશે કે તું ઉધે રવાડે ચઢી ગયો છે. ત્યારે તારે - ચલવાનો રાફ, છાતી કાઢવાનો અહંકાર, ધરતી પર પણ ન દઇ ચાંલ વાના તારાં મનડાનાં વલખાં, તારાં ઘરનાં ઘર માનેલાં ઈટ પથ્થરનાં રડાં, તારે મમત, તારે આગ્રહ, તારે ભાઈભાંડું સાથેને વતવ, તારું પિક મૂકીને ખોટું રડવું, તારા અલકમલકના વેપાર, તારે પારકા અવર્ણવાદને સ્વભાવ, નાતજાતમાં તારે પડકાર અને મૂછે તાવ દઈ, પગમાં ચમચમ અવાજ કરતાં જોડાની નીચેની ધરણના પ્રત્યાઘાતો અને તારાં સ્નેહનાં સંભારણું અને વિગત રેણાં એ સર્વ તને ઘટે છે ? તને શોભે છે? તારા સ્થાને લાયક છે . જે સવારથી સાંજ પડે અને એક દિવસ તારા આઉણામાંથી
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy