________________
કેઈ સત્કાર્યના ફળરૂપે તેવાઓને સાંસારિક અનુકુળ સામગ્રી પ્રાપ્ત થઈ જતી હોવા છતાં, તે સામગ્રીના ઉપભોગ દ્વારા તેઓ પાપપ્રવૃત્તિમાં ધકેલાઈ જઈ દુર્ગતિના ભોકતા બને છે.
વળી સાંસારિકભાવોથી વૈરાગ્યવાસિત બની, મોક્ષપ્રાપ્તિના ધ્યેયવાળા છે પણ, આત્માનું વાસ્તવિક શુદ્ધસ્વરૂપ, આત્માના જ્ઞાન અને દર્શનાગુિણો, તે ગુણોનું આચ્છાદક કર્મ, વગેરેની યથાર્થ સમજને આપ્તપુરૂષોના વચનાનુસારે જ્યાં સુધી પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેવા જીવોની પણ મોક્ષપ્રાપ્તિ માટે કરાતી સાધના તે સફળ બની શકતી નથી.
ઈચ્છિત સ્થાને પહોંચવાના લયપૂર્વક તે માટે યોગ્ય પ્રયત્નની પ્રવૃત્તિ હોવા છતાં પણ, માર્ગદર્શક નિપુણ ભોમીયાની અપેક્ષારહિત. ચાલવાથી તેમાં કાયકષ્ટ સિવાય કંઈપણ સિદ્ધિ થઈ શકતી નથી. તેવી રીતે તત્ત્વઅંગે હેયર્ય અને ઉપાદેયના વિવેક વિનાની, અને જિનાજ્ઞાથી વિપરીત રીતે કરાતી ક્રિયા, આત્માની વાસ્તવિક સિદ્ધિને માટે બની શકતી નથી.
આત્મિકગુણ, આત્માનું સ્વરૂપ, આત્માની સ્વાભાવિક દશા, આ ત્રણેયથી અજાણ આત્મા, આત્મશ્રેયની સાધનામાં ઉત્સુક બની રહેવા છતાં પણ, આત્મશ્રેય સાધી શકતા નથી.
ચિત્ર આલેખવાને ઉત્સુક બનેલ ચિતાર, ચિત્રના વાસ્તવિક સ્વરૂપના ખ્યાલવિના તથા ચિત્રસ્વરૂપને હૃદયસમુખ ધારિત બનાવ્યા વિના, ચિત્રને જેમ પ્રગટ કરી શકતો નથી, તેમ આત્મિક ગુણના
ખ્યાલ વિનાના સાધકની આત્મસિદ્ધિ અંગે પણ સમજવું. માટે આત્મશ્રેય ઈચ્છક આત્માએ આત્માના જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યસ્વરૂપ ગુણેને, તેની પૂર્ણતા અને અપુર્ણતાને, પુર્ણતરોધક તને અને તેવા તત્વને હટાવવાના ઉપાયને, પ્રથમ ખ્યાલ પ્રાપ્ત કર્યા