________________
પ્રસ્તાવના આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, પુણ્ય અને પાપ, આદિ વિષયનું સ્પષ્ટીકરણ, વિવિધદર્શનકારે અને વૈજ્ઞાનિકની માન્યતા પૂર્વક, આત્મવિજ્ઞાન ભાગ-પહેલામાં કર્યા પછી, આ આત્મવિજ્ઞાન ભાગબીજાને તત્વજિજ્ઞાસુ વાચકવર્ગ સમક્ષ રજુ કરીએ છીએ.
આત્મવિજ્ઞાન ભાગ–બીજાના આ પુસ્તકમાં આત્મસ્વરૂપને સત્યપણે સમજવાનો સિદ્ધાન્ત, આધ્યાત્મિક ઉપેક્ષાવાળા ભૌતિક આવિષ્કારોની આધ્યાત્મિક દ્રષ્ટિએ નિષ્ફળતા, આત્મિક ગુણોની સમજ, સમ્યક્ત્વપૂર્વકનું જ્ઞાન તે જ જ્ઞાન, અને સમ્યકત્વરહિત જ્ઞાન તે અજ્ઞાન, મોક્ષસાધનામાં સાધ્ય અને સાધનને કાર્યકારણભાવ, આત્મિકસ્વરૂપ અંગે એકાંત માન્યતાઓનું નિરસન, અને અનેકાન્ત દ્રષ્ટિપૂર્વક આત્મસ્વરૂપની સત્યતાનું નિરૂપણ, અનેકાન્તની સત્યતા અને એકાન્તની અસત્યતા, નય-નિક્ષેપ-સપ્તભંગી–પાંચ સમવાયકરણ-નિશ્ચય અને વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાદ, આદિના યથાર્થ વર્ણનપૂર્વક આત્મસ્વરૂપ અને આત્મસાધનાની યથાર્થ સ્પષ્ટતા, શુદ્ધાશુદ્ધ આત્મિકસ્વરૂપ, આત્માની અશુદ્ધદશાનું ઉત્પાદકતત્વ, ઈત્યાદિ વિષયોદ્વારા આત્મસ્વરૂપનું અને આત્મસાધનાની સિદ્ધિનું સત્યરૂપે નિરૂપણ, વિશદરીતે વર્ણવવામાં આવ્યું છે.
પુનર્જન્મ અને પુણ્ય તથા પાપને સ્વીકારવા માત્રથી જ કંઈ સત્યસુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાંસારિક દુઃખોથી ભયભીત બની, તે દુઃખથી રહિત એવા સાંસારિક અનુકુળતાસ્વરૂપ સુખ-સમૃદ્ધિની ઈચ્છાએ પણ, પુનર્જન્મ આદિની માન્યતાને કેટલાક જીવ સ્વીકારતા હોવા છતાં પણ, તેઓ વાસ્તવિક સુખને પામી શકતા નથી. કદાચ