________________
૧૯ આત્માની વિભાવસ્થિતિ.
આત્માના અનંત ચતુષ્કાદિ ગુણેની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યૂનતા, તેટલા તેટલા અંશે આત્માની વર્તતી દશાને વિભાવદશા કહેવાય છે. જગતના પ્રાણીઓને સુખ–દુઃખનું જે કંઈપણ કારણ હોય તે તે વિભાવદશા છે. સ્વભાવદશા અને વિભાવદશાને સમજી નહીં શકનાર પ્રાણિને સુખ અને દુખપ્રાપ્તિને, તેના સ્વરૂપને અને તેની પ્રાપ્તિના કારણને વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી, સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ તે વધુ ને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે.
શામાં ઔદયિક, ક્ષાપશમિક, ઔપથમિક, ક્ષાયિક, અને પરિણામિક એમ મુખ્ય પાંચ પ્રકારના ભાવેનું વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવશબ્દનો અર્થ “સ્થિતિ” અર્થાત “અવસ્થા છે. તેમાં ઔદયિક, લાપશમિક, અને અને ઔપશમિક ભાવવાળી આત્મિકદશા તે સ્વાભાવિકદશા નથી, પરંતુ કર્મનાક્ષયથી ઉપસ્થિત, ક્ષાયિકભાવવાલી દશા જ આત્માની સ્વાભાવિક દશા છે.
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારગતિ, ક્રોધમાન-માયા અને લેભ એ ચારકષાય, સ્ત્રીવેદ-પુરૂષદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ, મિથ્યાત્વ-અજ્ઞાન–અસંયમ– અસિદ્ધત્વ-કૃષ્ણલેશ્યા–નીલેશ્યા-કાપતલેશ્યા -તેજલેશ્યા-પત્ર