________________
૧૭૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
સન્મતિ પ્રકરણના તૃતીય કાંડની ૬૯મી ગાથામાં કહ્યું છે કે
भदं मिच्छादंसणसमूह, मइअस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ, संविग्ग सुहाहि गम्मस्स || અ-પરસ્પરની અપેક્ષા રાખવાના કારણે અનેકાન્તપણાને પામેલાં મિથ્યા દશ નાના (નયેાના ) સમૂહમય, અમૃતતુલ્ય, મુમુક્ષુ દ્વારા સહેલાઇથી જાણી શકાય તેવા, ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનનું કલ્યાણ થાઓ.
પ્રત્યેક નયવાદને સાપેક્ષપણે ગ્રહીને તે સાપેક્ષતાપૂર્ણાંક સર્વાંનયાનું સમીકરણ કરવું તેને સમન્વય કર્યો કહેવાય. આથી કરીને નિરપેક્ષપણે પાતાતાની માન્યતામાં આગ્રહી દનાને પણ જૈનદર્શને સત્ત્વ માની લીધાં છે, એમ કહી શકાય જ નહિ.
અહિં સમજવું જરૂરી છે કે સમન્વય સૂચક વિચારા અને વાકયે પણ જો પ્રમાણ મૂલક હોય તે જ તે જૈનદર્શનમાં સ્થાન પામે છે. માત્ર ભિન્નભિન્નમતાના સંગ્રહની, પ્રમાણ વિરૂદ્ધ ઉદારતા, અહીં માની લેવાની નથી. એકાંતિક અગર ખાટી અપેક્ષાવાળા સમન્વયભાવી વિચાર તે જૈન દ્રષ્ટિની અવજ્ઞા કરનાર છે.
એવા એકાંતિક વિચાર, તેમજ આત્મા તે સ્વભાવે ` છે, અને પરભાવે અમૃત્ત છે, તથા સ્વાભાવિક રીતે અશુદ્ધ છે, પરંતુ ઔપાષિક રીતે શુદ્ધ પણ સ'ભવે છે, વગેરે ખાટી અપેક્ષાવાળા સમન્વયભાસી વિચારો અસત્ય છે. આવા અસત્ય સમન્વય ભાસી વિચારાને જૈનદનમાં સ્થાન જ નથી.