________________
વસ્તુનું સ્પષ્ટીકરણ
૧૨૭ હગલના તર્કશાસ્ત્રનાં ઉદાહરણ લઈ તે કહે છે કે જે રકમ (પૈસા) કરજદારને માટે દેણારૂપ છે, તે જ રકમ લેણદારને માટે લેણારૂપ છે. વળી પ્લેટોની યુક્તિઓથી પિતાના મતને સમર્થન કરતાં તે માર્કસ કહે છે કે- અમારી બુરસીનું કાષ્ટ કઠીન છે. જે તે કઠીન ન હોત તે અમારું વજન તે કેવી રીતે સાચવી શકત? વળી તે જ કાષ્ટ નરમ પણ છે. જે નરમ ન હોત તે તેને કુહાડો કેવી રીતે કાપી શકત? માટે કાષ્ટ, તે કઠીન અને નરમ, બન્ને સ્વભાવી છે. અર્થાત્ એકી સમયે તે બન્ને વિરુદ્ધ સ્વભાવે તે કાષ્ટમાં અભિનપણે વર્તે છે.
માર્કસવાદમાં બીજી માન્યતાઓ ભલે અસત્ય હોય પરંતુ આ વિરોધી સમાગમની હકિકતને અવાસ્તવિક કહી શકાશે નહિં. માર્કસને આ વિરોધી સમાગમ, કેઈપણ દાર્શનિકને અનેકાન્તને ખ્યાલ આપ્યા વિના નહિં રહે. અન્ય દર્શન કદાચ તે માન્ય નહી કરે તો પણ જૈનદર્શન તે આનું સમર્થન અવશ્ય કરે છે. અને કહે છે કે એક જ વસ્તુમાં અપેક્ષાદથી વિભિન્ન વિરોધી સ્વભાવનું અસ્તિત્વ હોઈ શકે છે. પછી તે વસ્તુ ભલે ચેતન હોય કે જડ હોય.
અનેક ધર્મોનું અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પદાર્થોમાંની પરસ્પર વિરુદ્ધ શક્તિઓને ખ્યાલ, સાધારણતયા બુદ્ધિગમ્ય થઈ શક્તા નથી. પરંતુ તેને અપેક્ષાદ યા વિવિધ દ્રષ્ટિકેણથી વિચારવામાં આવે છે તે વિરૂદ્ધશક્તિઓને ખ્યાલ