________________
અણિક વસ્તુના ચિન પર્યાયાવિકાસન-ભાગ ૨
૧૨૪
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બને નમાં એક નય તે વસ્તુના સ્થિરરૂપને ગ્રાહક છે. અને બીજે નય તેના અસ્થિર રૂપને ગ્રાહક છે. વસ્તુનો સ્વભાવ જ એ છે કે તે મૂળરૂપે સ્થિર છતાં, નિમિત્ત પ્રમાણે જુદા જુદા સ્વરૂપે બદલાતી જ રહે છે. તેથી એક જ વસ્તુમાં સ્થિરપણું અને અસ્થિરપણું એ અવાસ્તવિક નથી. પણ વાસ્તવિક છે. અને એ બે રૂપ હોય તો જ વસ્તુ પૂર્ણ બને છે. આ હકિકત અનેકાન્તના અર્થને નિર્ણય કર્યા વિના સમજી શકાતી નથી.
અનેકાન્ત શબ્દ, અનેક અને અન્ત એ શબ્દોની સંજનાથી બનેલું છે. તેનો અર્થ એ થાય છે કે જેમાં અનેક અન્ત અર્થાત્ ધર્મ વતે છે, તેને અનેકાન્ત કહેવાય છે. પરંતુ અનેકાન્ત શબ્દને વચ્ચે કેવળ વિવક્ષિત પદાર્થમાં અનેક ધર્મો હોવા માત્રથી જ નથી. કેમકે પ્રત્યેક પદાર્થમાં અનેક ધર્મોના અસ્તિત્વને સ્વીકાર તો અનેક દર્શનકારોએ કરેલ છે. જે અનેકાન્તને અર્થ માત્ર ઉપરોક્ત રીતે જ સ્વીકારી લેવાય તો એક પદાર્થને અનેક ધર્મોવાળે માનનાર જેટલાં દર્શન છે, તે બધાંય અનેકાન્તવાદી કહેવાય. એ -અવસ્થામાં જૈન દર્શનની અનેકાન્તવાદીના રૂપમાં જે પ્રસિદ્ધિ છે, તેની કંઈપણ કિંમત રહેતી નથી. માટે જૈન દર્શનમાં અનેકાન્તની જે સ્વતંત્ર વ્યાખ્યા કરેલી છે, તેને સમજીને જ તેનું કથન કરવું જોઈએ.
વાસ્તવમાં જે તત્ છે, તેહી જ અતત્ છે. જે એક છે, તે જ અનેક છે. જે સત્ છે, તે જ અસત્ છે. તથા