________________
૪૪
નામાંકિત નાગરિક વખતના અનેક ચરિત્રો પરથી જણાય છે. વહાણોમાં દિવસે સુધી–મહિનાઓ સુધી ચાલે તેટલો રાક ભરી લેવામાં આવતું હતા અને મીઠા પાણીની પણ પૂરતી સગવડ વહાણમાં જ રાખવામાં આવતી હતી. રસ્તે મુસાફરીમાં જ્યાં કંઠાળને પ્રદેશ આવે ત્યાં નદીના મુખ પાસે જઈ મીઠું પાણી વહાણમાં ભરી લેવામાં આવતું હતું. ખારવાઓ અને માલમે રાત્રીના ગ્રહચારથી અને તારાઓની ગણતરીથી પોતાને રસ્તો મુકરર કરતા હતા અને કેટલાક કપ્તાને તે અનેક વાર મેટી સફરે જઈ આવી સંપત્તિમાન થતા હતા. બનતાં સુધી ચોમાસા પહેલાં દેશમાં પાછા આવી જતા અને આઠ માસમાં કરેલી કમાણી પર બાકીના ચાર માસ પિતાને નિર્વાહ ચલાવતા.
સાહસિક શેઠીઆઓ અને શેઠના પુત્રો વહાણની સફર કરતા. અને જ્યારે સફર કરીને પાછા આવે ત્યારે તેમને મેટું માન તેમના નગરમાં મળતું હતું. તેઓ વિદાય થાય ત્યારે સગાસ્નેહી, સંબંધીઓ તેમને વળાવવા બંદર પર જતા હતા. ખાસ કરીને દરિયાકાંઠે રહેનાર લોકે આવા સાહસમાં અનેક વાર જોડાતા અને તેમની નજર દૂર પડતી હોવાને કારણે તેઓની દષ્ટિમર્યાદામાં વિશાળતા પણ પ્રમાણમાં વધારે રહેતી હતી. કંઠાળના પ્રદેશની આ ખાસીઅત અત્યારે પણ સુપ્રસિદ્ધ છે.
વહાણે નાનાં પણ બનતાં હતાં. દેશની અંદરનો વહીવટ નાનાં વહાણેથી ચાલતો હતો. મોટાં વહાણે ૧૨૦૦-૧૫૦૦ ટન માલ લઈ શક્તા હતા અને નાના મછવા-બલામડી વિગેરે કાંઠા પરનું કામ કરતા હતા. કચ્છ કાઠિયાવાડમાં જંગબાર, કોંકણ