________________
શેઠ મોતીશાહ
૪૩ માટી નિકાસ હિંદથી ત્યાં થતી હતી અને હિંદમાં માળવા, ઈદેર અને પંચમહાલન વિભાગ અફીણની ઉત્પત્તિ માટે પ્રસિદ્ધ થયેલ હતું. મુંબઈમાં અસલથી વહાણ બાંધવાને ધંધો તે હતો જ અને કંપની સરકારનું રાજ્ય થયા પછી તેને સવિશેષ પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. વહાણના અનેક પ્રકાર હતા. મોટાં જીંગ વહાણે બે પાંચ સઢ ચઢાવતા હતા અને તેના માલમ, કપ્તાન વિગેરે મેટી સફર કરવા માટે દરિયાનું વિગતવાર જ્ઞાન ધરાવતા હતા. કેટલાક મેટાં સફરી વહાણે તે જાવા અને સુમાત્રા પણ જતા હતા અને લોકોમાં તે વખતે એક કહેવત પણ પડી ગઈ હતી કે–
“જે જાય જાવે તે પાછા ન આવે, અને પાછા આવે તે, પરિયાના પરિયાચાવે તેટલું ધન લાવે.”
મતલબ એ જણાય છે કે–આખી જિંદગીમાં જે એક વખત જાવાની સફર ફતેહમદીથી કરવામાં આવે તે સાત પેઢી સુધી ચાલે તેટલી કમાણ થાય. એટલી કમાણીની લાલચની સામે પાછા ન આવી શકવાનું જોખમ પણ લાગેલું જ હતું એટલે ખાસ સાહસિક માણસે જ એ સફરે જતા હતા. વહાણવટાનું ચાલુ કામ તે ઘણું કરતા. કેકણુકાંઠે, કાલિકટ, કે ચીન અને લંકાને મેટે વેપાર ચાલ. ગઘા, પીરમ, દીવ નજીકના વેપાર માટે ઉઘાડા હતા. સુરત, ભરુચ, નાલા સેપારા, ખંભાત જાણીતા બંદર હતા અને વહાણેની આવજાવ અને વેપારધંધે ચાલ્યા કરતું હતું. જાવા જનાર શેઠા હતા, લગભગ નહિવત હતા, પણ ચીન તે ઘણુ લોકો જતા હતા એમ તે