________________
વિવેચન, કર્મ વિભાગ બે શ્રી મહાવીર સ્વામીના પૂર્વ જન્મના ૨૬ ભ અને ૨૭ મે ભવ અપૂર્ણ, વ્યવહાર, વ્યાપાર અને ધર્મકૌશલ્યના લેખે વિગેરે વિગેરે છે. એમના સાહિત્ય સર્જનની આ લેખસામગ્રી પ્રકાશિત કરવાના પ્રયાસ ચાલુ છે.
સપ્રસંગ કહેવાની નિતાંત આવશ્યક છે કે સ્વ. વ. શ્રી કુંવરજીભાઈ આણંદજી તથા સ્વ. શ્રીયુત મોતીચંદભાઈ ઉભયની વિશાળ લેખમય સાધન સામગ્રી કે જે શ્રી જૈન ધમ પ્રકાશ વિગેરે અનેક માસિકમાં અનેક વર્ષે પર્યત આવેલી છે તેને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવે તે જેને સમાજને માટે ઓછું ઉપકારક નથી. આ સંબંધી વિચારણા કરી વહેલી તકે અમલમાં મૂકવા માટે ભાવનગર શ્રીસંઘને તથા સમગ્ર જૈન સમાજને અમારું નમ્ર સૂચન છે.
એક ભારતીય વિદ્વાન કહે છે કે “દરેક મનુષ્ય પોતે એક એક ગ્રંથરૂપે છે; ગર્ભાવાસ તે પુસ્તકનું પ્રથમ પત્ર (ટાઈટલ પેજ) છે, પૂર્વ જન્મનાં સંચિત કર્મ ગ્રંથના વિષય માટે વિશાળ ક્ષેત્ર છે, કેઈ પણ શુભ-પારમાર્થિક કાર્યમાં રત થવું તે તેનું સમર્પણ પત્ર છે, બાલ્યાવસ્થા તેમજ યુવાની વિગેરે ઉમ્મરના જે ભાગો છે, તે તે પુસ્તકના અધ્યાયે છે.
જીવનનાં ભલાં બૂરાં કર્મો તે તેની મતલબ-સાર છે; જે બહુ વર્ષ જિંદગી ભેગવી દુનિયામાં સારાં કૃત્ય કરે છે તે એક બહુ જ મેટા તેમજ ઉપયોગી, બેધકારક ગ્રંથરૂપ છે; પરંતુ જે બીજાઓને પોતાના જીવનનું સાર્થક કરવાને ઉપદેશ કરે છે, પરંતુ પોતે કરતો નથી તે માત્ર વ્યાકરણરૂપ છે; માત્ર જે પરોપકારી, પરહિતસ્વી અને દયામય છે તે ધર્મશાસ્ત્રરૂપે