________________
નામાંકિત નાગરિક માણસને હુકમ કરી શકે તેવી સ્થિતિમાં હોય. એમનામાં અંદરના વાત્સલ્ય અને ઉમળકાના ઝરા એવા અખ્ખલિત વહેતા હોય કે એના સંબંધમાં આવનારને એમની શિખામણમાં મીઠાશ લાગે, એમના હુકમમાં કૃપા લાગે, એમની દોરવણીમાં મહત્તા લાગે અને એમના હેતના વાતાવરણમાં સુખ લાગે. આવી કુશળ સ્ત્રીઓ પૂછવાને ઠેકાણે હતી, સુઅવસરે તેમની સલાહ પ્રમાણે કામ લેવામાં આવતું અને તે આગળ પાછળની હકીકતથી એટલી વાકેફગાર રહેતી કે એની સલાહમાં સર્વદા એજનું રહેતું અને કાર્યપ્રદેશમાં સરળતા રહેતી. એવી સ્ત્રીઓ વકીલ અથવા જમાદારનું પદ પામતી અને દરેક જ્ઞાતિમાં એમનું પદ અવિચળ રહેતું. આવા પ્રકારની કુશળ સુઘડ પત્ની શેઠ અમીચંદને મળી હતી. એના આગમન પછી શેઠ અમીચંદના ધંધામાં વધારો થયો અને તેથી રૂપબાઈ સારા પગલાના કહેવાણા. તેમના લગ્ન કઈ સાલમાં થયા તેની વિગત મળતી નથી. મુંબઈ ગામમાં કેટમાં તેઓ બન્ને પતિ પત્ની રહેતા હતા અને પોતપોતાને ગ્ય કાર્ય કરતા હતા
શેઠ અમીચંદે સંવત ૧૮૨૧ માં મુંબઈમાં પોતાની પેઢી નાખી અને પોતાને સ્વતંત્ર ધંધે શરૂ કર્યો.