________________ પરિશિષ્ટ 10 પાલીતાણુમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલ અને લોકવણમાં ખૂબ ગવાતે રાસડે. મુંબઈમાં મેતીશા કેવાણું ને, આદેશ્વરનો પરતાપ, મેઢે માગે એટલા નાણું રે આલું, બધું કુંતારના ધામ. મુંબઈથી મેતીશા આવ્યા ને, કુંતાહર ચલાયા કામ, હામે કાંઠેથી ઘાટી તેડાવ્યા ને, એનેથી શું થાશે કામ? આંબાની ડાળે હીંચકા બાંધ્યા, હીંચતાં ભાંગેલી ડાળ. મુંબઈથી. તલાજાના મજૂર તેડાવ્યા ને, એથી હાલ્યા નહી કામ; આંબાની હેઠે ઉંધું રે લીધીને, એનેથી શું થાશે કામ? મુંબઈથી. વીસ પચીસ દહાડા પાછેરા નાખ્યા, ને પછે ચલાવ્યા કામ; શેત્રુજીના પાણી મંગાવ્યા, સેપેલા ચેલવેલા કામ-મુંબઈથી. મજૂર બધા મહેનત કરે ને, કેળી વિના થાય નહી કામ ઘેટી આદપરના મજૂર તેડાવ્યા, એનેથી ચાલ્યા છે કામ. મુંબઈથી. રીખવ ને મેદી જોડે રે ઊભા ને, કડીયા ચલાવે કામ; કામતા રે હોય એને કામવા દેજે, એના લેશમાંકેઈનામ. મુંબઈથી. વહેલા વહેલા ટાંકા બંધાવ્યા ને, પછે બંધાવેલા કુંડ; ચારે ફરતાં દેરા જણાવ્યા, પછી જેવાની છે હામ. મુંબઈથી. એકીરે કેરે ભીમ છે ભેરીને, બીજી કેરે ભગવાન ત્રીજી રે કોરે ઈંગારશા ભેરી, હાકું મારે હડમાન. મુંબઈથી. મુંબઈથી ખીમચંદભાઈ રે આવ્યા ને, હરખેલા દીધા ખરચ; બારી રે વચ્ચે હવન હેમાવ્યા, ઘીની ચલાવેલી નીક. મુંબઈથી. નથી ગાયું રે બ્રાહ્મણ વાણીએ મેતા ને, નથી ગાયું ચારણભાટ; ગાયું છે ભરવાડ હમીરભાઈએ, અવચળ રાખેલા નામ. મુંબઈથી. લોકગીત,