________________
૪૧૨
નામાંકિત નાગરિક ઢાળ પ મી ચોથે દિન ખેતરપાળને રે લોલ, શાસનની રખવાળને રે લોલ; ચેસઠ ઇંદ્રને નોતર્યા રે લોલ, બહાર ભુતળ બળીબાકળા રે લોલ. પૂજી કરી સિદ્ધચકને રે લેલ, વીશ સ્થાનક પંચમે દિને રે લોલ, શેઠ શેઠાણી રૂડે મને રે લેલ, ઈદ્ર ઇંદ્રાણી છઠે દિને રે લોલ ચવન કલ્યાણક સાચવે રે લોલ, સ્વરગે થકી વર ભેઠવે રે લોલ, ચઉદ સુપન રાત્રી શીરે રે લોલ, સુપન પાઠક ફળ ઉચરે રે લોલ. જનમ્યા પ્રભુની વધામણું રેલ, સંઘવી ઇંદ્ર દીએ ઘણી રે લોલ; છપન દિકકુમારી નમે રે લોલ, રાતે ઉત્સવ દિન સાતમે રેલ, કેળ ઘરે નવરાવતી રે લેલ, પૂજી ઘેર પધરાવતી રે લેલ; ભેટ કરી ગુણ ગાવતી રે લોલ, રાસ રમી ઘેર જાવતી રે લોલ. આઠ ઈંદ્રાણું આવતી રે લોલ, હાથમાં લેઈકંકાવટી રે લોલ; બિંબ નવા સંગાથશું રે લોલ, તીલક કરે નિજ હાથશું રે લોલ; ઇંદ્ર ચોસઠ હવે મળ્યા રે લોલ, ખીમચંદભાઈ ઘરે આવીયા રે લોલ.
હમ ઈંદ્ર મુગટ શીરે રે લોલ, હસ્તી શીર ચમર ઢળે રે લોલ. ઇંદ્ર ઘણું મુગટે જડયા રે લોલ, ચારઠ રથ ઘેડે ચડ્યા રે લોલ; પાલખીઓને મેના ઘણું રે લોલ, સાજન કેરી નહી મણ રેલોલ; રાગ તાન ઘણું જાતના રે લેલ, વાજાં તે વાગે વીલાતનાં રે લોલ; વરડો મારગ સંચર્યો રે લોલ, મંડપમાં જઈ ઉતર્યો રે લોલ, મેરુ સિંહાસન બેસીઆ રે લોલ, નાથને બળે નિવેશીયા રે લોલ ઇંદ્ર ચેસઠ નમન કરે રે લેલ, પછે હીમાભાઈ ખેાળે ધરે રે લેલ. શેઠ ખીમચંદ ગંગાજળે રે લેલ, નાથ સીરે કળશા ઢળે રે લોલ; વૃષ્ટિ કનક કુસુમે કરે રે લેલ, ઇંદ્ર ગયા ઘેર ઠાઠમાં રે લોલ. સનાત્ર અઢેતરી આઠમે રે લોલ, દૈવત પડિમા શીરે રે લેલ,