________________
શેઠ મોતીશાહ
૩૩૩ સુ સરવને ખખડાવીને લેવરાવે છે ને શેઠજીને સારૂ લાગે છે તે જાણજે. બીજુ અમે તથા ભાઈ રણછોડને માં માગુ આપે છે ખાવાનું તથા લુગડા. એ રીતે અમારી ખબર રાખે છે તે જાણજે. બીજુ માઝન તથા બીજા લેક સવે શેઠજીને કે છે જે તમારે મીશીતરી સારો મલે. તે કામ તાકીદે તૈયાર દેરૂ કરૂ. બીજે મલે હોત તે વરસ બે કરત ને રૂપીઆ ખાઈ જાત. તારે શેઠ જે પરશીધી સાંભલી. તારે અમેએ તેડાવી અતરે તે રામજી આવે ઘણું સારૂ થયું છે. એ રીતે સરવે વખાણ કરે છે તે જાણજે, બીજુ ભાઈ જાદવ તથા અમરચંદ તથા દલછારામ જણ ૩ ને શ્રાવણ શુ. ૩ ને મધે. ગામમાં શ્રી ગેડી પાર્શ્વનાથજીને દેરે પબાસણ આરસનું ચિડવા મેકલી છે પબાસણ શ્રી પાટણથી આવુ તુ. વરસ બે થીઆ, તે ચડવા માંડુ છે ને ગભારા મધે મેં પણ ચડાવી છે. | મૂળપત્રમાં “ખ” ને “ષ” અને “શ”નો ખ” વાપરેલા છે તેમજ “સ” ને ” અ” તે બધે વપરાયેલા છે.
સંવત ૧૮૮૫ ના વૈશાખ શુ. ૨ સૂ. રામજી મુંબઈથી તેના વડીલ પુત્ર નેમજી ઉપર મહુવા પત્ર લખે છે એ રૂપીઆ શરપાવન ૨૦૦૦) આપ્યા છે ને રૂા. ૧૦૦) મશારાને પેટે આપ્યા છે. મશારો રૂા. ૫૦) જણ ૨ ને માસ ૧)ના આપે છે તે જાણજો. બીજુ હકીકત ભાઈ હરીના કાગળ મધે. બીજુ અમે સર્વે સલાટ કાયાએ સારી પેઠે છીયે અને શેઠ મોતીશાહ અમ ઉપર ઘણું હેત રાખે છે તે જાણજે. બીજુ કડા શરપાવના આવ્યા તે ભાઈ રણછોડ હાથમાં ઘાલે છે તે જાણજે.