________________
શેઠ મેાતીશાહ
૩૨૯
ગાસ્વામીએ જવાબમાં જણાવ્યુ': શેઠ! એ કામ કાલે જ થઈ ગયું સમજો.
સર્વાંને મનમાં નવાઈ લાગી, આનંદથી પધરામણીનુ કાર્ય પૂરું થયું. મેળાવડા વિસર્જન થયા.
બીજે દિવસે સવારે મંગળાના દર્શન વખતે હવેલી બંધ થઈ ગઈ. વૈષ્ણવ ભાઇઓના દન બંધ થઈ ગયા. લોકમાં હાહાકાર થઈ ગયા. ૮ મહારાજ રીસાઈ ગયા છે’ એવી અંદરઅંદર વાત થવા લાગી. આગેવાન ભક્ત વૈષ્ણવ વ્યાપારીએ એકઠા થઈ ગયા. શું છે? શું થયું છે? એવી ચર્ચા થવા લાગી. અંદર જઇ માટા મંદિરના મુખ્ય—ગાસ્વામીને પૂછતાં તેમણે જણાવ્યું કે-જ્યાં સુધી મુબઇમાં પાંજરાપાળ ન થાય ત્યાં સુધી સવ વૈષ્ણવાના દન બંધ કરવામાં આવ્યા છે.
મુંબઈની વૈષ્ણવ જનતામાં હાહાકાર મચી રહ્યો. તુરત મહાજન એકઠું' થયું. જૈન, વૈષ્ણવ અને અન્ય સવ વ્યાપારીએ મળ્યા. મુબઈમાં પાંજરાપાળ મુબઈ મહાજનને નામે સ હિંદુ-મુસલમાન-પારસીઓ તરફથી કરવાના ઠરાવ કરવામાં આવ્યા. રૂ, કાપડ, કરિયાણા, અનાજ વગેરે સર્વ વ્યાપાર પર લાગા નાખવામાં આવ્યા. ‘ લાગા’ એટલે ઈચ્છાપૂર્વક કબૂલ કરેલા કર. અને સવ વ્યાપારની એવી રીતે ગોઠવણ કરવામાં આવી કે વાર્ષિક આવક ત્રણ લાખ ઉપર થાય. એ પાંજરાપેાળની વ્યવસ્થા માટે એક કમિટી નીમવામાં આવી. તેના પ્રમુખસ્થાને શેઠ મેાતીશાહના પ્રથમ નાકર અને તે વખતના ભાગીઆ સર જમશેદજી જીજીભાઈ બેરોનેટને નીંમવામાં આવ્યા.